Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૩૧ અસંકલ્પિત ઘર આંગણે કલ્પવૃક્ષ ઉગ્યો ! અચિંતિત ચિંતામણીનો સંયોગ થયો! અકામિત કામધેનુનો સમાગમ થયો ! અપ્રાર્થિત કામઘટ મળ્યો ! એમ વિચારતા હર્ષથી વિકસિત નેત્રવાળા પગમાં પડ્યા. અને કહ્યું અમારે યોગ્ય કામકાજ જણાવો. ત્યારે સાધુઓએ કહ્યું કે “અમને ગુરુમહારાજે ચોમાસું રહેવા યોગ્ય વસતિ નિમિતે મોકલ્યા છે !” શું અહીં કોઈ ઉપાશ્રય બીજો છે ? અહો! આપે મારા ઉપર ઘણો ઉપકાર કર્યો એમ કહેતાં સાધુને ઉપાશ્રય દેખાડ્યો. ત્યાં આવી સૂરિ અને સાધુ સ્વધર્મ યોગમાં મસ્ત બન્યા. અને પદ્ધિપતિઓ તેમની ભક્તિમાં રક્ત થઈ કાળ પસાર કરવા લાગ્યા. ક્યારેક મુનિવરના વદનથી નીકળતા મધુર સ્વાધ્યાયને સંવેગથી ભાવિત મનવાળા અમૃતના ઘૂંટડાની જેમ પીએ છે. જ્યારે ધ્યાન ધરતા મુનિને ઉપર નેત્રે લગાડી બેસતા. પડિલેહણ વિ. માં ઉધત સાધુને જોઈ ગુણાનુરાગથી હર્ષને વહતા ભવસમુદ્ર તરવામાં યાનપાત્ર સમાન ગુરુમુખથી વ્યાખ્યાન સાંભળતા એ પ્રમાણે ભક્તિ નિર્ભર થતિસેવામાં તત્પર, સંવેગભાવિત તેઓનો વર્ષાકાળ પસાર થયો. હવે એક વખત ગુરુએ સાધુઓને ઉદ્દેશીને તે બે પલ્લીપતિઓને સાંભળતા બે ગાથા કહી.
શેલડીઓ વાડ ઓલંઘી રહી છે. પાત્ર બની શકે તેટલી મોટી તુંબડીઓ થઈ ગઈ છે. બળદો બળવાળા બની ગયા છે. ગામોમાં કાદવ સુકાઈ ગયો છે. માર્ગમાં પાણી ઓછું થઈ ગયું છે. ભૂમિ પણ કઠણ (મજબૂત) બની ગઈ છે. રસ્તાઓ પણ મુસાફરોથી વ્યાપ્ત થવા લાગ્યા છે. એટલે સાધુઓને વિહાર કરવાનો સમય થઈ ગયો છે.
વિહારની વાત સાંભળી લાગણી સભર હૃદયે હાથ જોડી વિનંતિ કરવા લાગ્યા. હે ભગવનું ! શું મહાઆરંભમાં મગ્ન અમને તમારી સેવાથી પાપપંક ધોવાની તક અથવા અમારા અનુગ્રહ માટે આપ અહીં જ ના રોકાઓ ? ત્યારે ગુરુએ કીધું કે શ્રાવકો ! એક ઠેકાણે રહેવું તે સાધુનો કલ્પ નથી. આગમમાં પણ કહ્યું છે કે...
શ્રમણો, પંખીઓ, ભમરાઓ, ગાયો અને શરદઋતુનાં વાદળાઓ અનિયત વસતિવાળા હોય છે. માટે મહાનુભાવ ! અહિં રોકાવાનો આગ્રહ ના કરો. આવતીકાલે અમો વિહાર કરશું. બીજા દિવસે સાધુઓ વિહાર કરવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે ભીમ મહાભીમને બોલાવી આચાર્ય મહારાજ કહે છે, કે કાલે વિહાર માટે સારો દિવસ છે તેથી હે ભદ્ર ! સંસારનું અસારપણું, ઈન્દ્રિયોનું ચંચલપણું, વિષયોનું ક્ષણમાત્રરમ્યપણું, આયુ પ્રદેશોનું સતત ભંગુરપણું, પાપાચરણને દુર્ગતિ ગમનનું કારણ વિચારી, કાંઈક સર્વવિરતિ પ્રમુખ વિરતિને