________________
પર
શ્રી મહાવીર કથા મન દોડયું. ત્યાં પણ તે જ વસ્તુસ્થિતિ તેને પ્રત્યક્ષ દેખાઈ. ધીમે ધીમે તેણે જગતના બધા ભોગપદાર્થો વિચારી જોયા; તે તેને લાગ્યું કે, તે બધા જ એ રીતે મેડા- વહેલા અચિંત્ય રીતે નષ્ટ થઈ જાય છે.
એ વિચાર તેના ચિત્તમાં એવું તે જોર જમાવી બેઠા કે, પછીથી દરેક વસ્તુ સામી આવતાં તે એમ જ પૂછવા લાગ્યો કે, આ વસ્તુ હું ઇચ્છું ત્યાં લગી કાયમ રહેનારી છે શું? જે નથી જ રહેવાની, તો પછી તે વસ્તુ વડે પ્રાપ્ત થતા સુખમાં આસક્ત થવું એને અર્થ દુઃખને જ હાથે કરીને વળગવું એવો ન થયે? આમ કરતાં કરતાં ઘડા વખતમાં તો રાજાનું ચિત્ત તમામ ભેગપદાર્થો ઉપરથી વિરકત થઈ ગયું. તેને ખાતરી થઈ ગઈ કે, પિતે વૃથા જ એ બધા ક્ષણભંગુર અને તેથી પરિણામે દુઃખદાયી પદાર્થોમાં સુખની કામનાથી બંધાઈ રહ્યો છે. એ પદાર્થો સુખરૂપ નથી.
તો પછી કાયમી સુખ શામાં છે? કાયમી સુખ જેવી કોઈ વસ્તુ છે શું? હોય, તે મારા જીવનને અને તેને કેવી જાતતો સંબંધ છે? તે સુખ મારા જીવનને પણ અસર કરે ખરું, કે બીજાં સામાન્ય સુખોની જેમ મને ક્ષીણુતા અને મૃત્યુની જ નજીક લઈ જાય?
આવા આવા વિચારો મા મનમાં ગૂંચવાતાં તેને તો ધરતી જ પોતાના પગ નીચેથી સરી જતી લાગી. પોતે શાને માટે જીવે? જીવીને પણ ક્ષણભંગુર પદાર્થોમાં રવડતા કુટાતા તે પદાર્થોની પહેલાં કે પછીથી ભરવાનું જ છે. પાછા જન્મી એ જ પદાર્થોમાં એ જ રીતે રડવાનું છે. આ બધું શું? આ બધાનો શો અર્થ? જે જીવન તથા જે સુખ મનુષ્યમાત્રને આટલાં બધાં ઈષ્ટ છે, તે આવાં તુચ્છ તથા દુઃખરૂપ કેમ?
પરંતુ, કોણ જાણે કુદરતને એવો નિયમ છે તે કારણે, કે બીજા કોઈ કારણે, પ્રિયમિત્ર રાજા આ પ્રમાણે વિવેક–વૈરાગ્યથી