Book Title: Mahavira Katha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 556
________________ ૧૨ સાચો યજ્ઞ ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયેલો, પરંતુ ઉત્તમ ગુણવાળો હરિકેશી બલ નામે એક જિતેંદ્રિવ ભિક્ષુ હતા. તે ભિક્ષુ હરવાફરવામાં, ભિક્ષા માગવામાં, બોલવામાં વગેરે પ્રવૃત્તિઓમાં કાળજીવાળો હતો, સંયમી હતો, સુસમાહિત હતા, જિતેંદ્રિય હતો. તથા મન-વાણું અને કાયાનું અશુભ પ્રવૃત્તિઓમાંથી રક્ષણ કરતો વિચરતા હતા. એક વખત ભિક્ષાર્થે ફરતે ફરતો તે, બ્રાહ્મણ સાથે રાજપુરોહિત જ્યાં યજ્ઞ કરતો હતો, ત્યાં યજ્ઞમંડપ આગળ આવી પહું. તપથી સુકાઈ ગયેલા અને જીર્ણ, મલિન, તથા નકામાં જેવાં વસ્ત્રપાત્ર વગેરે ઉપકરણવાળા તે ગંદા મુનિને આવત દેખી, પેલા અસભ્ય બ્રાહ્મણે તેને ઉપહાસ કરવા લાગ્યા. પિતાની ઉચ્ચ બ્રાહ્મણ જાતિના મદથી ગર્વિષ્ઠ બનેલા, હિંસક, અજિતેંદ્રિય, અબ્રહ્મચારી, અને મૂઢ એવા તે બ્રાહ્મણે તેને કહેવા લાગ્યા : “આવો બિહામણે, કાળો, વિકરાળ, બૂચિયો, ચીંથરેહાલ, મેલેભૂત, અપશુકનિયા તથા ઉકરડેથી વીણું આણેલાં કપડાં ગળે વીટેલ તું કોણ અહીં આવ્યા છે? અહીં શા માટે ઊભો રહ્યો છે? અહીંથી વેગળો થા!' હરિ: “ઘરબારનો ત્યાગ કરનારે હું શ્રમણ છું, સંયમી છું, તથા બ્રહ્મચારી છું. હું મારું અન્ન જાતે રાંધો નથી, પરંતુ યાચકવૃત્તિથી જીવું છું. તેથી બીજાએ પિતાને માટે તૈયાર કરેલા

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582