Book Title: Mahavira Katha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૫૪૨
શ્રી મહાવીર કથા જે માણસે સ્વકલ્પિત માન્યતાને અનુસરવાને બદલે, જ્ઞાનીની આજ્ઞા અનુસાર પરમ મોક્ષમાર્ગમાં મન-વાણી-કાયાથી સ્થિત થઈ, પોતાના આત્માનું દેપમાંથી રક્ષણ કર્યું છે, તથા તેમ કરીને સમુદ્ર જેવા આ ભવસમુદ્રને તરવા માટે જેણે સર્વ સામગ્રી પ્રાપ્ત કરી છે, તેવો પુરુષ ભલે બીજાને ધર્મોપદેશ આપે.
[સૂક્તાંગ ૨-૬ ! ૬. તેજસ્વી, શાંત દષ્ટિવાળા અને વેદવિત સંયમીએ લેક ઉપર કૃપા કરીને, અને તેનું સ્વરૂપ સમજીને ધર્મનું કથન કરવું તથા તેનું વિવેચન કરવું. સત્ય માટે ઉદ્યમવંત થયેલા કે નહીં થયેલા એવા સાંભળવાની ઈચ્છાવાળા સર્વને સંયમીએ ધર્મ સમજાવો. ભૂતમાત્રનું સ્વરૂપ વિચારી, શાંતિ, વૈરાગ્ય, ઉપશમ, નિર્વાણ, શૌચ, જુતા, નિરભિમાનતા, અપરિગ્રહપણું, અને અહિંસારૂપી ધર્મ તેણે ઉપદેશ.
એ પ્રમાણે ધર્મને કહેતો ભિક્ષુ પોતે તકલીફમાં પડતો નથી કે બીજાને પણ તકલીફમાં નાખતો નથી, તથા કોઈ ભૂતપ્રાણુને પણ પીડા કરતો નથી. આવો ઉપદેશક મહામુનિ દુઃખમાં પડેલાં સર્વ ભૂતપ્રાણીઓને “અસંદીન” બેટની પેઠે શરણરૂપે થાય છે. જેમ પક્ષી પોતાનાં બચ્ચાંને ઉછેરે છે, તેમ ઉદ્યમવંત નહિ થયેલાને તે મેધાવી ભિક્ષુ રાત અને દિવસ શાસ્ત્ર ઉપદેશીને ધીરે ધીરે તૈયાર કરે છે, એમ હું કહું છું.
[ આચા. ૧-૬ ]

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582