________________
પચીસમા ભવ નનશજાની કથા
જ
આવેલી પેાતાની પુત્રી શીલવતીને રાજાએ પૂછ્યું કે, વત્સે, તારે રૂપવાન વર જોઈ એ કે મહાબળશાળી વર્જોઈ એ ? ત્યારે તેણે જવાબ આપ્યા કે, તમારા આ કાલમેધ મલ્લને જે રાજકુમાર હરાવે, તે જ મારે વર .થઇ શકે. રાજાએ રાજકુમારીને સમજાવીને કહ્યું કે, આ મ‚ તો ભલભલા મળેાથી પશુ ગાંજ્યા જતા નથી, તે પછી સુકુમાર, અને સુખશીલ રાજકુમારામાંથી કાઈ તેને શી રીતે મનથી પણ હરાવવા શક્તિમાન થઈ શકવાને છે? માટે તું તારી આ પ્રતિજ્ઞા રદ કર. પરંતુ રાજકુમારી એલી કે, એવા સ્રીતુલ્ય રાજકુમારીમાંથી કાઈની પત્ની થવા હું ઇચ્છતી નથી; પત્ની થઈશ તા અનુપમ વીરની જ થઈશ !
“ હે નરાધિપ ? ત્યારબાદ દેવસેન રાજાએ અનેક ખ્યાતિમાન રાજકુમારેશને ત્યાં પેાતાની કન્યાની આ પ્રતિજ્ઞા જણાવીને માાં મેકલી જોયાં છે; પરંતુ કાઈ રાજકુમાર એ કાલમેધ સાથે બાકરી બાંધવાની હિંમત સુધ્ધાં કરવા તૈયાર થયા નથી. અને એ રીતે વધતી જતી હતાશાથી અમારા રાજા ભારે દુ:ખમાં આવી પડ્યો છે. પરંતુ એવામાં ક પર પરાએ આપના નરવિક્રમ કુમારની ઉજ્જવળ કીર્તિ સાંભળવામાં આવતાં, કાંઈક આશા પામી, અમારા રાજા દેવસેને મને આપની પાસે મેકયે છે. હવે આપ એ સાંભળી જે યાગ્ય લાગે તે કરો.’
પરંતુ રાજા જવાબ આપે તે પહેલાં જ નરવિક્રમ કુમાર ગર્જી ઊઠયો, - પિતાજી, આપ આજ્ઞા આપે! એટલી વાર. હું તે મલ્લને ઞં ઉતારવા ઢાડી જાઉં. રાજકુમારી શીલવતી મને મળે ન મળે તે જુદી વાત છે; પરંતુ ક્ષત્રિય રાજકુમારેશને માથે આવી પડેલું આ મહેણું તેા ટાળવું જ જોઈ એ !'
“ કહેવાની જરૂર નથી કે, નરવિક્રમે જઈ ને એ ધેારપરાક્રમી મલ્લને રાજા, અતઃપુર, તેમજ પ્રેક્ષકગણાના દેખતાં લીલામાત્રમાં
66