________________
૫.
ચંદ્રમા શ્રી મહાવીર કહે છે?
વર્ણ, શીતલતા, સ્નિગ્ધતા, કાંતિ, દીપ્તિ, વૃતિ, છાયા, પ્રભા, ઓજસ અને મંડળની બાબતમાં કૃષ્ણપક્ષના પડવાને ચંદ્ર પૂર્ણિમાના ચંદ્ર કરતાં હીન હોય છે.
તે જ પ્રમાણે કૃષ્ણપક્ષના પડવાના ચંદ્ર કરતાં બીજને ચંદ્ર હીનતર હેાય છે. અને એ રીતે દરરોજ હીન થતો થતો અમાસની રાત્રે તે છેક નષ્ટ થઈ જાય છે.
એ જ પ્રમાણે ક્ષમા, નિલભતા, જિતેક્રિયતા, સરલતા, મૃદુતા, લઘુતા, સત્ય, તપ, ત્યાગ, અકિંચનતા, અને બ્રહ્મચર્યના ગુણથી રહિત થતાં જનારાં નિગ્રંથ નિર્મથી દિનપ્રતિદિન હીન, હીનતર અને હીનતમ દશાને પામતાં પામતાં છેવટે અમાસના ચંદ્રની જેમ બિલકુલ નાશ પામે છે.
પરંતુ શુકલપક્ષના પડવાને ચંદ્ર વર્ણ, ઘુતિ વગેરે ગુણેની બાબતમાં અમાવાસ્યાના ચંદ્ર કરતાં અધિક હોય છે. તે જ પ્રમાણે શુકલપક્ષમાં બીજને ચંદ્ર પડવાના ચંદ્ર કરતાં અધિકાર હોય છે. એ રીતે વધતાં વધતાં પૂર્ણિમાનો ચંદ્ર એ બધા ગુણેથી પરિપૂર્ણ થાય છે.
એ જ પ્રમાણે ક્ષમા વગેરે ગુણેને વધારે ને વધારે ખિલવનારાં નિગ્રંથ અને નિર્મથી છેવટે પૂર્ણિમાના ચંદ્રની પેઠે પરિપૂર્ણ થાય છે.
[જ્ઞાતા. ૧-૧૦]