________________
બ્રહચય
૫૫ ૪. બ્રહ્મચારીએ સ્ત્રીઓની સુંદર કે આકર્ષક, મનહર કે મનેરમ ઈદ્રિયો તરફ જેવું નહિ કે તેમનું ચિંતન ન કરવું.
૫. બ્રહ્મચારીએ કોટડી પાછળ રહીને, પડદા પાછળ કે ભીંત પાછળ રહીને, સ્ત્રીઓનું કુજિત, રુદિત, ગીત, હસિત, સ્તનિત, કંદન કે વિલાપના શબ્દ ન સાંભળવા.
૬. બ્રહ્મચારી નિગ્રંથે પૂર્વે ભગવેલા ભોગે કે કરેલી કીડાઓ સંભારવી નહિ.
૭. બ્રહ્મચારીએ રસકસવાળો ઉત્તેજક આહાર ન લેવો. ૮. બ્રહ્મચારીએ પ્રમાણથી વધારે ખાનપાન ન કરવું. ૯. બ્રહ્મચારીએ શરીરની અને કપડાંની ટાપટીપ ન કરવી.
૧૦. બ્રહ્મચારીએ જનનેંદ્રિય ઉપરાંત શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શની ઈદ્રિને પણ વશ ન થવું.
સ્ત્રીઓ વડે સંકીર્ણ ઘર, મનોરંજક સ્ત્રીકથા, સ્ત્રીઓનો પરિચય, તેમની ઈધેિનું નિરીક્ષણ, તેઓનું કુજિત, રુદિત, ગીત, અને હાસ્ય, તેઓની સાથે ભોજન અને બેઠક, રસદાર અને પ્રમાણથી વધારે ખાનપાન, તથા શરીરની ટાપટીપ – આ બધી વસ્તુઓ માણસને પ્રિય છે અને તેથી તેમને ત્યાગ કરવો મુશ્કેલ છે. પરંતુ આત્માની શોધ કરનારા માણસને માટે તે એ તાલપુટ વિષ જેવી છે. જેને સમાધિ પ્રાપ્ત કરવી છે, તેણે આ બધાં શંકારથાને તજી દેવાં જોઈએ; અને ધીરજથી જિતેંદ્રિય અને સમાધિયુક્ત બની, ધર્મને માર્ગે વિચરવું જોઈએ.
- જે આ દુષ્કર બ્રહ્મચર્યનું આચરણ કરે છે, તેને દેવદાનવ-ગાંધર્વ વગેરે સર્વ નમસ્કાર કરે છે.
આ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, અને જિને બતાવેલ છે. એ જ માર્ગ વડે પૂર્વે કેટલાય જીવો સિદ્ધ થયા છે, અત્યારે થાય છે, અને હજુય થશે. [ઉત્તરાવ ૧૬ ]