________________
ઘોડાઓ હતિશીર્ષ નગરના કેટલાક વહાણવટીઓ એક વખત તેમનાં વહાણુ મધદરિયે તેફાનમાં સપડાઈ જતાં, અથડાતાકૂટાતા કાલિકીપે આવી પહોંચ્યા. તે દ્વીપમાં સુવર્ણ રત્ન વગેરેની કેટલીયે ઉત્તમ ખાણે હતી; પલંતુ તે સૌથી નવાઈની ચીજ તે તે દીપના અદ્દભુત ઘોડાઓ હતા. તેઓ એ વહાણવટીઓને જઈ તરત ભયથી અનેક યોજન દૂર અરણ્યમાં નાસી ગયા.
અનુકૂળ પવન થતાં, લાકડાં-પાણું વગેરે જરૂરી સામગ્રી વહાણુમાં ભરી લઈ તથા તે દ્વીપમાંથી મળેલ સુવર્ણ, રત્ન વગેરે લઈને તેઓ પાછા હસ્તિશીષ આવી પહોંચ્યા; અને મોટા નજરાણાં સાથે રાજાને મળ્યા.
રાજાએ તેમને તેમના પ્રવાસની, તથા તેમણે જોયેલી કેઈ નવાઈની ચીજની વાત પૂછી. તેઓએ કાલિક હીપમાં પોતે જોયેલા અદ્દભુત ઘોડાઓની વાત કહી. એ ઉપરથી રાજાએ તે વહાણવટીઓને પિતાનાં માણસો સાથે તે દ્વીપમાં તે ઘોડાઓ લઈ આવવા પાછા મોકલ્યા.
તેમની સાથે રાજાએ શ્રોત્રંદ્રિયને ઉત્તેજક વાલો મેકયાં; ચક્ષુરિંદ્રિયને ઉત્તેજક અનેક પ્રકારની રંગબેરંગી આકૃતિઓ-ચિત્રો વગેરે મેકલ્યાં, ધ્રાણેન્દ્રિયને ઉત્તેજક અનેક સુગંધી પદાર્થો મોકલ્યા; સ્વાદેન્દ્રિય તૃપ્ત કરનાર સ્વાદુ પદાર્થો મોકલ્યા; અને સ્પર્શેન્દ્રિયને ઉત્તેજક સુંવાળા પદાથી મોકલ્યા.