________________
આઈનું પાણી એક વાર એ રાજા ઘડેસ્વાર થઈ મેટા પરિવાર સાથે પિલી ખાઈના ગંદા પાણુ પાસે થઈને ફરવા નીકળ્યો. ત્યાં તે પાણુની અસહ્ય દુર્ગધથી તેને નાક દાબવું પડયું. થડે દૂર ગયા બાદ સૌની સમક્ષ રાજા એ પાણીના ખરાબ વર્ણ-ગંધ-રસ આદિની નિંદા કરવા લાગ્યા. - તે વખતે પણ સૌએ તેની હામાં હા મેળવી. માત્ર સુબુદ્ધિ ચૂપ રહ્યો. રાજા આથી નવાઈ પામી બોલ્યા, “સુબુહિ! આ પાણું પણ તને ઘણા કરવા લાયક નથી લાગતું શું?”
સુબુદ્ધિ બોલે, “હે રાજા! મેં પહેલાં કહ્યું હતું તેમ, પદાર્થોનાં પરિવર્તનશીલ રૂપો-વર્ણ-ગંધ-ર-સ્પર્શીથી માહિત પણ થવાની જરૂર જેમ હું જોતો નથી, તેમ તેમની ઘણું કરવાની પણ હું જરૂર જેત નથી. કારણ વસ્તુ તથા તેના ગુણધર્મો પરિવર્તનશીલ છે.
રાજા ચિડાઈને બોલ્યો, તારું કથન મને દુરાગ્રહભર્યું લાગે છે. સારી વસ્તુને સારી કહેવી, અને ખરાબને ખરાબ કહેવી એમાં અજુગતું શું છે? વસ્તુમાત્ર પરિવર્તનશીલ ભલે હોય, પણ તેમને સ્વભાવ છેક જ પલટાઈ જાય એવું તે કાંઈ બનતું હશે?
સુબુદ્ધિએ એ ચર્ચા આગળ ન ચલવી. તે ચૂપ રહ્યો. પરંતુ ઘેર ગયા બાદ તેણે બજારમાંથી નવ કોરા વડ મંગાવ્યા અને તેમાં પેલી ખાઈનું ગંદુ પાણી ગાળીને ભરાવી મંગાવ્યું. ત્યાર બાદ તે ઘડાઓમાં તાજી રાખ નાખી, તે વડા બરાબર બંધ કરી સાત દિવસ રખાવી મૂકયા. ત્યાર બાદ બીજા નવ વડાઓ મંગાવી, તે પાણું તેમાં ફરી ગાળીને નંખાવ્યું, અને તે દરેકમાં તાજી રાખ નંખાવી. સાત દિવસ બાદ ફરી નવ ઘડા મંગાવી તેણે તે પ્રમાણે જ ફરી કરાવ્યું. આમ સાત અઠવાડિયાં સુધી તેણે તે પાછું વારંવાર ફેરવ્યા કર્યું તથા તેમાં તાજી રાખ નંખાવ્યા કરી.