________________
ચાર દુર્લભ વસ્તુઓ આ સંસારમાં જીવને નીચેની ચાર વરતુઓ પ્રાપ્ત થવી અતિ દુર્લભ છે: (૧) મનુષ્યપણું (૨) સદ્ધર્મનું શ્રવણ (૩) શ્રદ્ધા (૪) અને સંયમમાં પુરુષાર્થ.
સામાન્ય રીતે જે વિવિધ કામનાઓથી મૂઢ બની, અનેક કર્મો કરી, પરિણામે સંસારમાં અનેકવિધ નિઓમાં જન્મ પામ્યા કરે છે. તેઓ કોઈ વાર દેવલોકમાં, કઈ વાર નરકમાં, તે કઈ વાર અસુરકમાં પણ જાય છે. પરંતુ રાજાઓ જેમ કામની કાંચનથી કંટાળતા નથી, તેમ તે પ્રાણીઓ અધમ કર્મોને વળીવળીને સ્વીકારવાથી વારંવાર બદલાતી યુનિઓમાં જન્મતાં કંટાળતાં નથી. કામનાઓથી મૂઢ બનેલાં તથા તથા વિવિધ કર્મોવાળાં તે પ્રાણીઓ આમ અત્યંત દુઃખ અને વેદના અનુભવતાં, મનુષ્યતર નિએમાં જ ભટક્યા કરે છે. તેમ કરતાં કરતાં ઘણે લાંબે કાળે, ક્રમે કરીને, કોઈવાર શુદ્ધિ પામેલા વિરલ છવો કર્મોને નાશ કરી શકાય તેવું મનુષ્યપણું પ્રાપ્ત કરે છે.
પરંતુ એ પ્રમાણે દુર્લભ એવું મનુષ્યપણું પામવા છતાંય, તપ, ક્ષમા અને અહિંસામાં પ્રવૃત્તિ કરાવનાર સધર્મનું શ્રવણ થવું દુર્લભ છે.
કદાચ કેઈને સદ્ભાગ્યવશાત ધર્મનું શ્રવણ પ્રાપ્ત થાય, તેપણ તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી અતિ દુર્લભ છે. કારણ કે, ઘણાય લેકે ધર્મ જાણવા છતાં તેનાથી દૂર રહે છે.