________________
શ્રી મહાવીર કથા તું સંયમ સિવાય બીજી તરફ ન જા; હિંસા ન કર; કે ન કરાવ. તૃષ્ણામાંથી નિર્વેદ પામ; સ્ત્રીઓથી વિરક્ત થઈ, ઉચ્ચદશ થા; તથા પાપકર્મમાંથી વિરામ પામ. સંસારના આંટાફેરા સમજીને રાગ અને દ્વેષથી અસ્પષ્ટ રહેતો પુરુષ આ સંસારમાં કશાથી છેદા નથી, ભેદતો નથી, બળાતો નથી કે હણાતો નથી. [પા. ૨]
જેઓ શિથિલ છે, ઢીલા છે, કામગુણના આસ્વાદમાં લોલુપ છે, વક્ર આચારવાળા છે, પ્રમત્ત છે, અને ઘરમાં જ રચ્યાપચ્યા રહે છે, તેઓને એ મુનિપણું શક્ય નથી. [પા. ૪૩ ]
જે મનુષ્ય વીતરાગી છે, તે શકરહિત છે. જેમ કમળની પાંખડી પાણીથી લેપાતી નથી, તેમ સંસારની મધ્યે રહેવા છતાં તે દુઃખપ્રવાહથી અલિપ્ત રહે છે. ગમે તેવા શબ્દાદિ વિષય તેના મનને જરા પણ ભેદી શક્તા નથી.
પિતાના રાગ, દ્વેષ અને મેહરૂપી સંકલ્પનું સ્વરૂપ વિચારવામાં ઉદ્યમવંત થયેલા તે મનુષ્યને ક્રમે ક્રમે સમતા પ્રાપ્ત થાય છે; પછી વિષયોના સંકલ્પો દૂર થતાં તેની કામગુણોની તૃષ્ણા પણ ચાલી જાય છે. આમ વીતરાગ થઈ, કૃતકૃત્ય થયેલા તે મનુષ્યનાં જ્ઞાન અને દર્શનને આવરણ કરનારા તથા બીજાં અંતરાયક કર્મો ક્ષણવારમાં ક્ષય પામી જાય છે, અને તે બધું જાણનાર તથા જનારો બને છે. મેહરહિત, અંતરાયરહિત, આસવરહિત (નિષ્પા૫), ધ્યાન અને સમાધિયુક્ત તથા વિશુદ્ધ બનેલો તે પુરુષ આયુષ્યને ક્ષય થતાં મેક્ષ પામે છે. સંસારી મનુષ્યને બાધા કરતાં સર્વ દુઃખોમાંથી તે મુક્ત થાય છે. લાંબા કાળના રોગમાંથી છૂટેલે અને સર્વને સ્તુતિપાત્ર બનેલો તે આત્મા સુખી તથા કૃતાર્થ થાય છે. [ ઉત્ત. ૩૨]