________________
એકવીસથી ચાવીસમા સુધીનાં વર્ષો પહ
ત્યાં એક વખત મત્ત તથા વીખરાયેલા કેશવાળી રેવતી ઉધાડે માથે તેની પાસે આવી અને મેહોન્માદજનક ગારવાળા ભાવો દેખાડતી મહાશતકને કહેવા લાગી
- “હે મહાશતક! તું ધર્મ, પુણ્ય, સ્વર્ગ, અને મેક્ષની કામનાવાળે છે. પણ જો તું મારી સાથે “ઉદાર એવા માનુષિક કામો ભગવતે રહે, તે પછી તારે ધર્મ-પુણયસ્વર્ગ અને મેક્ષની શી જરૂર રહે?'
રેવતીએ બે ત્રણ વાર આ પ્રમાણે કહ્યું, પણ મહાશતકે તેનાં વચનને આદર કે સ્વીકાર ન કર્યો, અને પોતે પિતાના ધર્મધ્યાનમાં જ સ્થિત રહ્યો. અનાદર પામેલી રેવતી પિતાને ઠેકાણે પાછી આવી. પછી મહાશતક તો ઉપાસકની અગિયારે પ્રતિમાઓને આચરતે ઉગ્ર તપથી અત્યંત કૃશ અને દુર્બળ થઈ ગયો. છેવટે આનંદ ગૃહપતિની પેઠે અંતિમ મારણતિક સંખના સ્વીકારીને તે જીવન-મરણમાં નિરપેક્ષ થયો.
એ દિવસોમાં તેની ચિત્તવૃત્તિ શુદ્ધ થતાં થતાં તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું, અને આનંદની પેઠે તે પણ પૂર્વ-પશ્ચિમદક્ષિણ-ઉત્તર-આદિ દૂરદૂરનાં ક્ષેત્રે જેવા તથા જાણવા લાગ્યો. , તેની આ સ્થિતિ હતી, તેવામાં ફરી એક વાર રેવતી તેની પાસે આવી અને પહેલાંની માફક કામયાચના કરવા લાગી. તેણે બે ત્રણ વાર કહ્યા પછી, ગુસ્સે થયેલા મહાશતકે પિતાના અવધિજ્ઞાન પ્રયોગ કરીને તેને કહ્યું કે, “હે રેવતી, આજથી તું સાત રાતમાં અલગથી પીડાતી, દુર્બાન અને અસમાધિયુક્ત થઈ મરણ પામશે અને રત્નપ્રભા પૃથ્વીને લેલુયાય નરકમાં ૮૪૦૦૦ વર્ષ સુધી નરકગતિનું દુઃખ ભોગવશે.”
મહાશતકનું કથન સાંભળી રેવતીને એમ લાગ્યું કે, આ માણસ મારા ઉપર ગુસ્સે થયે છે, હું તેને ગમતી નથી, એટલે તે ગમે તેવા કમોતે મને મારી નખાવશે. આમ વિચાર કરી ભય તથા ત્રાસથી ઉદ્વેગ પામી તે ખેદ કરતી કરતી પિતાને