________________
શ્રી મહાવીર કથા ગૌતમ! તુરતના દેવભવમાં અને સુરતના મનુષ્યભવમાં તારી સાથે મારે સંબંધ છે. વધારે તો શું? પણ મરણ પછી શરીરનો નાશ થયા બાદ અહીંથી વી આપણે બંને સરખા, એક પ્રોજનવાળા, (એક સિદ્ધિક્ષેત્રમાં રહેવાવાળા), તથા વિશેષતા અને ભેદરહિત (સિદ્ધ) થઈ શું.'
[ભગ૦ શતક ૧૪, ઉદ્દે ૭] [૩૩ મું ચોમાસું] ભગવાનને મુખેથી આ પ્રમાણે પિતાને આ શરીર બાદ સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થવાની છે એમ જાણી, ગૌતમનું ચિત્ત શાંત થયું. ભગવાને તે વર્ષનું ચોમાસું રાજગૃહમાં વ્યતીત કર્યું.
૮, કાલોદાયી આ અરસામાં ભગવાનના કેટલાય શિષ્યોએ અનશન સ્વીકારેલું હોવાથી વર્ષાઋતુ બાદ પણ ભગવાન રાજગૃહની આસપાસ જ વિચર્યા કર્યા. સ્કંધકાત્યાયને (જુઓ આગળ પા. ૩૫૮) પણ આ જ વર્ષમાં વિપુલાચલ ઉપર અનશન કર્યું હતું. જાલિ, મયાલિ આદિ મુનિઓએ (જુઓ આગળ પા. ૩૨૯) પણ આ જ વર્ષમાં વિપુલાચલ ઉપર અનશન કર્યું હતું. રાજગૃહના આ વસવાટ દરમ્યાન કાલેદાયી નામે એક અન્યતીર્થિક
– પરસંપ્રદાયી ભગવાન મહાવીર સાથે વાદવિવાદના પ્રસંગમાં આવી પ્રતિબંધ પાયે અને તેમને શિષ્ય થશે. એ બધી હકીકતનો ઉલ્લેખ ભગવતીસૂત્રમાં જુદે જુદે ઠેકાણે વેરાયેલે પડયો છે. તે આ પ્રમાણે છે:
રાજગૃહમાં ભગવાન ગુણશીલ ચેત્ય આગળ ઊતર્યા હતા. તે ચૈત્યની પાસે થોડે દૂર કાલેદાયી, શૈલેદાયી, સેવાદાયી, ઉદય, નામદય, નર્મોદય, અન્યપાલક, શિલપાલક, શંખપાલક, અને સુહસ્તી ગૃહસ્થ નામના અન્યતીથિ (અન્ય તીર્થસંપ્રદાયમતને-અનુસરનાર) રહેતા હતા. એક વખત તેઓ એકઠા થઈ સુખપૂર્વક બેઠા હતા, ત્યારે તેમનામાં આ પ્રકારને