________________
પરિશિષ્ટો ૧૦. ભગવતીસૂત્રમાં નેપાયેલી કથા ભગવતીસૂત્રમાં શ્રાવસ્તીના શંખ શેઠને એક પ્રસંગ આ પ્રમાણે નોંધાયેલ છે ?
શ્રાવસ્તીમાં શંખ વગેરે ઘણા શ્રાવકે રહેતા. તે અતિ ધનિક હતા, તથા જીવ-અછવ વગેરે તને જાણનારા હતા. શંખને ઉત્પના નામે શ્રમણે પાસિકા સ્ત્રી હતી.
એક વખત મહાવીર સ્વામી શ્રાવસ્તીમાં કાષ્ઠક ચેત્યમાં પધાર્યા. તેમના આવ્યાની વાત સાંભળી બધા તેમનાં દર્શને ગયા. મહાવીરે તે બધાને ધર્મકથા કહી. પેલા શ્રમણોપાસકોએ ભગવાનને બીજા પણ પ્રશ્નો પૂછયા, અને તેમના અર્થો ગ્રહણ કર્યાં.
પછી શંખે તે બધા શ્રમણપાસકેને કહ્યું કે, તમે પુષ્કળ ખાન-પાન તૈયાર કરાવે. આપણે તે બધાને આસ્વાદ લેતા તથા પરસ્પર દેતા અને ખાતા પાક્ષિક પિષધનું અનુપાલન કરતા વિહરીશું.
તે બધાએાએ શંખનું વચન વિનયપૂર્વક સ્વીકાર્યું.
પરંતુ, ત્યાર બાદ શંખને વિચાર બદલાયો. તેણે વિચાર્યું કે, અન્નપાનાદિ ભોગવીને પષધ વ્રત ઊજવવું, એ શ્રેયસ્કર ન કહેવાય; પરંતુ મણિ-સુવર્ણદિને ત્યાગ કરી, બ્રહ્મચર્ય
સ્વીકારી, એકલા પિષધશાળામાં રહીને ધ્યાનાદિ કરીને પાષધવત ઊજવવું એ શ્રેયસ્કર કહેવાય. આથી તેણે પત્નીને પૂછીને તેમ કર્યું.
પેલા શ્રમણોપાસકે તે અન્નાદિ તૈયાર કરી, શંખની રાહ જોતા બેઠા હતા. પછી તેઓએ પુષ્કલી નામે શ્રાવકને
૧. પાષધવત બે પ્રકારનું છે : એક, ઇષ્ટજનને ભોજનદાનાદિપિ તથા આહારઆદિ રૂપ છે અને બીજુ પિષધશાળામાં જઈ, બહાચયાદિપૂર્વક ધ્યાનાદિ કરવા ૨૫ છે.