________________
જા
શ્રી મહાવીર કથા
ભગવાને આપેલ લાભો ઉપદેશ દશાશ્રુતસ્કંધ નામના ચોથા છેદસત્રમાં દશમા ખંડમાં નોંધાયો છે.
તે જ પ્રમાણે ચંપા નગરીના કેણિક રાજાના ઉલ્લેખ સાથે ભગવાને ૩૯ શ્લોકમાં આપેલ ઉપદેશ તે સૂત્રના નવમા ખંડમાં સંઘરાયો છે. અને પાંચમા ખંડમાં વાણિજ્યગ્રામમાં ભગવાને ૧૭ શ્લોકમાં આપેલ ઉપદેશ સંધરાવે છે. તે બધા ઉલેખ કયા ચેકસ સમયના છે, તે નક્કી ન થવાથી અહીં તેમની નોંધમાત્ર લઈ રાખી છે.
૮. સમવાયાંગમાં નોંધાયેલી હકીકત
સમવાયાંગસૂત્રમાં સંખ્યાના ક્રમે મહાવીર સ્વામીને લગતી કેટલીક હકીકતો સૂત્ર ૭-૧૧-૧૪-૩૦-૩૬-૪૨-૫૩-૫૪-૫૫-૭૦૮૨-૮૩-૮૯-૧૦૪-૧૦૬-૧૧૦-૧૧૧-૧૩૪-૧૩૫ માં નોંધાયેલી છે. કેટલીક વિગતે અગાઉ આ ગ્રંથમાં આવી છે. બાકી રહેલીમાં જાણવા જેવી હકીકત નીચે પ્રમાણે છે.
૧. મહાવીરે એક આસને બેસીને જ ૫૪ મુદ્દાઓ ઉપદેશ્યા હતા. જોકે ટીકાકાર જણાવે છે કે, તે ઉપદેશે કયા તે અપ્રતીત' છે.
૨. મહાવીર ચાતુર્માસમાં શરૂઆતમાં ૫૦ દિવસ તો ગ્ય સ્થાન ન મળે તો સ્થાનાંતર પણ કરતા; પરંતુ પછીના ૭૦ દિવસ તો ઝાડ તળે પણ સ્થિર થતા.
૯. સ્થાનાંગમા નોધાયેલી હકીકત
સ્થાનાંગસૂત્રમાં પણ મહાવીર વિષે કેટલીક ગણતરીઓ સંઘરાઈ છે. જેમકે, (સૂત્ર ૬૨૧) નીચેના આઠ રાજાઓએ ઘરબાર તજી ભગવાન પાસે પ્રવજ્યા લીધી હતી?
વીરાંગક, વીરયશ, સંજય, એણેયક, સેવ, શિવ, ઉદાયન, શંખ.