________________
એકવીસથી ગ્રેવીસમા સુધીનાં વર્ષો ૫૨ અને સાત શિક્ષાવતવાળા ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો તથા ધનસંપત્તિ અને ભગતૃષ્ણની મર્યાદા બાંધી.
આ વાતને ચૌદ વર્ષ વીતી ગયાં. પંદરમા વર્ષની અધવચ સદ્દાલપુત્ર પૌષધશાળામાં ધ્યાનસ્થ બેઠો હતો. તેવામાં એક દેવ તેને તેનાં વ્રત-ધ્યાનમાંથી ચલિત કરવા આવ્યો, અને તેના પુત્રને કાપી ઊકળતા કડાહમાં નાખવાને દેખાવ કરવા લાગ્યો. તેમ છતાં સદ્દાલપુત્ર ચળ્યો નહિ. છેવટે તે દેવે સદ્દાલપુત્રની ભાર્યા અગ્નિમિત્રાને કડાહમાં તળવાનો અને તેનું લોહી સદાલપુત્ર ઉપર છાંટવાને ભય બતાવ્યો, ત્યારે સદ્દલપુત્ર એકદમ ઊઠી તેને પકડવા ગયો. પછી એ બધે ખાલી દેખાવ હતા એ જાણ્યા બાદ પ્રાયશ્ચિત્તાદિ કરી ફરી વાર વ્રતમાં સ્થિત થયેલ અને અંતકાળે મારણાંતિક સંલેખના દ્વારા મરણ પામી, દેવગતિ પામે.
[૨૧ મું ચેમાસું ] ભગવાને એ વર્ષને ચાર્તુમાસ વાણિજ્યગ્રામમાં ગાળ્ય.
૪. મહાશતક વર્ષાઋતુ પૂરી થતાં ભગવાન મગધભૂમિ તરફ ચાલ્યા. રાજગૃહમાં આ વખતે મહાશતક નામના તવંગર ગૃહસ્થ ભગવાન પાસે ગૃહસ્થ ધર્મની દીક્ષા લીધી. એ પ્રમાણે વ્રતાદિ
૧. મહાવીરના જુદા જુદા ઉપાસકોને તેમની પૂર્વ વાસનાઓ કે સંસ્કાર પ્રમાણે આ પ્રકારે જુદા જુદા દેખા તેમની અંતિમ પરીક્ષા વખતે દેખાયા છે અને દરેક જણ પુત્ર-માતા-પત્ની-ધન આદિની રહીસહી આસક્તિને કારણે તે તે પ્રસંગે મૂછ ખાઈ ગયો છે. જોકે, પછી યોગ્ય પ્રાયશ્ચિત્તાદિ વડે તે દરેક જણ ફરીથી વ્રતાદિમાં સ્થિત થયો છે. પરંતુ આધ્યાત્મિક જીવનમાં અંતિમ પગથિયા વખતે સૂતમ સંસ્કાર અને આસક્તિઓ કેવાં નડે છે, તે વસ્તુ તે દાખલાઓ ઉપરથી સમજાય છે.
૨. તેની પાસે આઠ-આઠ હિરણ્યકેટીઓ, તથા વ્ર હતાં. જુઓ આ માળાનું દશ ઉપાસ” પુસ્તક અ૦ ૮.