________________
મગજમાં શાંતિ અને વૈશાલીનું યુદ્ધ કw માહિત કરી વશ કરે, તો તું વૈશાલીને જીતી શકે. માગધિકા વેશ્યા ચંપા નગરીમાં જ રહેતી હતી; એટલે તેને બોલાવીને કુણિકે પેલી દેવવાણીની વાત કહી તથા આજીજી કરી કે, તું ગમે તેમ કરીને કુલવાલુક મુનિને વશ કરી લાવ.
માગધિકાએ રાજાને કહ્યું સ્વીકાર્યું, અને તરત કટશ્રાવિકાને આચાર ધારણ કરી, આચાર્ય પાસે જઈ ફૂલવાલુક મુનિની માહિતી મેળવી લીધી. આચાર્યે કહ્યું, એક ઉત્તમ મુનિને એક દુરાચારી શિષ્ય હતો. ગુરુ વારેવારે તેને રોક-ટોક કર્યા કરતા, એટલે એક વાર તે દુરાત્માએ તેમના ઉપર ઊંચેથી શિલા ગબડાવી. પરંતુ ગુરુ વખતસર ચેતી ગયા, એટલે તે શિલા તેમને કોઈ નુકસાન કર્યા વિના ગબડી ગઈ. તે વખતે
ગુરુએ તે શિષ્યને શાપ આપ્યો કે, તું કોઈ સ્ત્રીના સવેગે વતબિંગ પામીશ. પેલો દુરાત્મા પણ ગુરુને શાપ મિથ્યા કરવા કઈ સ્ત્રી જ લેવામાં ન આવે એવા અરણ્યપ્રદેશમાં દૂર ચા ગયે. એક વખત તે જે નદીને કાંઠે તે તપ કરતો હતો, તે નદીમાં પૂર આવ્યું; પરતુ તે મુનિના પ્રભાવથી તેમને કાંઈ ઈજા કર્યા વિના જાતે જ દૂર ખસી ગયું, એટલે તે મુનિનું નામ ફૂલવાલુક પડયું છે. હાલમાં તે અહીં નજીકના પ્રદેશમાં જ રહેતા હોય એમ જણાય છે.
બધી હકીકત જાણ્યા બાદ તે વેશ્યા તીર્થયાત્રાને નિમિત્તે ફરતી ફરતી જ્યાં તે મુનિ હતા તે પ્રદેશમાં ગઈ. ત્યાં મધુર વચન, અત્યુત્તમ માન-સત્કાર આદિથી તે મુનિને ભેળવીને તે વેશ્યાએ તેમને પોતાને ઉતારે ભિક્ષા માટે ખેતર્યો. ભિક્ષામાં તે વેશ્યાએ તેમને એવી દવા ખવરાવી દીધી કે જેથી તે મુનિને અતિસાર થઈ ગયો. ઉપરાછાપરી ઝાડા થયા કરવાથી તે મુનિ અત્યંત દુર્બળ થઈ ગયા, અને તેમનામાં પોતાનું શરીર ઢાંકવાની પણું શક્તિ રહી નહીં. પેલી કપટી વેશ્યા, “તમને આવી સ્થિતિમાં મૂકીને મારાથી કેમ જવાય ?' એમ કહી