________________
અંતિમ દર વર્ષે કરેડ) સાગર વ૧ જેટલો છે. તેમાંથી પાંચમા અને છઠ્ઠા આરાને સમય દરેકને એકવીસ હજાર વર્ષ જેટલો છે.
પાંચમે આરે, એટલે આપણે અત્યારે જીવીએ છીએ તે સમય. મહાવીરના નિર્વાણ બાદ ત્રણ વર્ષ અને સાડા આઠ માસે આ આરો શરૂ થયા છે, અને તે ૨૧૦૦૦ વર્ષ પહોંચશે. આ આરા વિષે હેમચંદ્રાચાર્ય પોતાના મહાવીરચરિત્ર (સર્ગ ૧૩)માં જણાવે છે કે, પાંચમા આરામાં સર્વ લોકો કષાયથી લે૫ પામેલી ધર્મબુદ્ધિવાળા, અને મર્યાદારહિત થશે. રાજાએ યમદંડ જેવા થશે; જે અંતે હશે તે મધ્યમાં આવશે અને મધ્યમાં હશે તે અંત આવશે. બધા દેશ ચલાયમાન થઈ જશે. ચાર ચારીથી, રાજાઓ કરથી, અને અધિકારીઓ લાંચથી સર્વ પ્રજાને પીડશે. લોકો સ્વાર્થમાં જ ત૫ર, પરાર્થવિમુખ, અને સત્યલજજા-દાક્ષિણ્યતાથી રહિત તેમજ સ્વજનેના જ વિરોધી થશે. શિષ્યો ગુરુની આરાધના કરશે નહિ, ગુરુઓ પણ શિષ્યો પ્રત્યે ભાવ રાખશે નહિ અને તેમને ઉપદેશાદિ વડે શ્રુતજ્ઞાન આપશે નહિ. અનુક્રમે ગુરુકુળમાં વાસ બંધ પડશે, ધર્મમાં મંદ બુદ્ધિ થશે અને પૃથ્વી ધણાં પ્રાણીઓથી આકુળવ્યાકુળ થશે. દેવતાઓ પ્રત્યક્ષ થશે નહિ, પુત્રે પિતાની અવજ્ઞા કરશે, વહુએ સર્પિણ જેવી અને સાસુએ કાળરાત્રી જેવી થશે. કુલીન સ્ત્રીઓ પણ લજ્જા છોડીને દષ્ટિના વિકારથી, હાસ્યથી, આલાપથી, અથવા બીજા પ્રકારના વિલાસેથી વેશ્યાનું અનુકરણ કરશે. શ્રાવક અને શ્રાવિકા૫ણુની હાનિ થશે; ચતુર્વિધ ધર્મને ક્ષય થશે; ખોટાં તેલ અને ખાટાં માન ચાલશે; ધર્મમાં પણ શઠતા થશે અને પુરુષે દુઃખી તથા દુજ ને સુખી થશે. મણિ-મંત્ર-ઔષધ-તંત્ર-વિજ્ઞાન-ધન-આયુષ્ય-ફળપુષ્પ-રસ-રૂપ-શરીરની ઊંચાઈ-ધર્મ અને બીજા શુભ ભાવની પાંચમા આરામાં પ્રતિદિન હાનિ થશે; અને તે પછી છઠ્ઠા આરામાં તે અધિક હાનિ થશે. એ પ્રમાણે પુણ્યના ક્ષયવાળ કાળ પ્રસરતાં જેની બુદ્ધિ ધર્મમાં રહેશે તેનું જીવિત સફળ ગણાશે. તે કાળમાં માણસનું શરીર છે હાથ પ્રમાણુ થશે, અને આયુષ્ય વધારેમાં વધારે વીસ વર્ષનું થશે.
૧. તેની માત્ર ઉપમાથી અપાતી ગણતરી માટે જુઓ આ માળાનું “આચારધર્મ” પુસ્તક [નવી આવૃત્તિ] પા. ૧૫૮.