________________
એક્ષીસથી વીસમા સુધીનાં વર્ષે ૩૪૯
સદ્દાલપુત્ર પિલાસપુરમાં પિતાની અગ્નિમિત્રા ભાયી સાથે રહેતો હતો. તે આજીવિક સિદ્ધાંતમાં વિનિશ્ચિતાર્થ અને જ્ઞાતાર્થ હતો, તથા એમ માનતા કે આજીવિકને સિદ્ધાંત એ જ પરમાર્થ છે, અને બીજા બધા અનર્થ છે. તેની પાસે એક હિરણ્યકેટી નિધાનમાં, એક વ્યાજે અને એક ઘરવાપરમાં હતી. ઉપરાંત દશ હજાર ગાયોને એક વ્રજ હતો. પોલાસપુરની બહાર તેનાં પાંચસો હાટ હતાં; તેમાં તેણે અનેક માણસને પગાર આપીને કામ માટે રોકેલાં હતાં. તેઓ ત્યાં અસંખ્ય પાત્ર તથા વસ્તુઓ બનાવતા, અને બીજા પગારદારે તેમને રાજમાર્ગોમાં વેચતા.
સદ્દાલપુત્ર એક વખત પિતાની અશોકવનિકામાં ધ્યાનસ્થ બેઠો હતા, તેવામાં એક દેવે તેને આકાશમાં રહીને કહ્યું કે, કાલે અહીં એક સર્વજ્ઞ, સર્વદર્શી, ગેલેક્યુપૂજિત; દેવ-મનુષ્યઅસુરાદિ વડે અર્ચનીય, વંદનીય તથા તથ્યકર્મોથી યુક્ત એક પુરુષ આવનાર છે. તેમને તું વંદન કરજે તથા અશન-પાનાદિથી તેમને નિમંત્રણ કરજે.
સદ્દાલપુત્રે તે ધાર્યું કે, ઉપરનાં લક્ષણયુક્ત પુરુષ તો મારા ગુરુ મંખલિપુત્ર ગોશાલ જ હોવા જોઈએ. પરંતુ બીજે દિવસે તે શ્રમણભગવાન મહાવીર જ તે ગામમાં પધાર્યા. દેવની સૂચના હતી એટલે સદ્દાલપુત્ર મહાવીરનાં દર્શને ગયો તે ખરે જ. મહાવીરે તેને જોતાં જ આગલે દિવસે તેને પેલા દેવે કહેલી વાત કહી સંભળાવી. આથી સદ્દાલપુત્ર આશ્ચર્ય પામ્યો તથા ભગવાન મહાવીરમાં શ્રદ્ધાયુક્ત બન્યો. સદાલપુત્રે ભગવાનને પોતાની દુકાનમાંથી જોઈતી ચીજો સુખેથી લેવાનું નિમંત્રણ આપ્યું. ભગવાને પણ તે સ્વીકાર્યું.
એક વખત સદાલપુત્ર પવનથી સુકાયેલાં કાચાં વાસણોને ઘરમાંથી બહાર કાઢીને તડકે સૂકવતા હતા. તેવામાં ભગવાન મહાવીર ત્યાં આવી પહોંચ્યા. તેમણે કહ્યું :