________________
મગજમાં રાજ્યકાંતિ અને વૈશાલીનું યુદ્ધ છે કુમારને ખુશીથી આપી દીધી હતી. એટલે તે વસ્તુઓ માગવી એ તારે માટે ન્યાયી નથી; ઉપરાંત મારે શરણે આવેલા અને તેય ભાણેજ – તેમને સેંપી દેવાના તે હેય જ શાના?
છેવટે કુણિકે પિતાના કાલ વગેરે દશ ભાઈઓની સાથે વૈશાલી ઉપર ચડાઈ કરી. ચેટકે પણ કેશલના નવ લિચ્છવી રાજાઓ, અને કાશીના નવ મલ રાજાઓ એમ અઢાર ગણરાજાઓની સહાયથી તેને સામને કર્યો. એ મહા ભયંકર યુદ્ધમાં ચેટક રાજાના પરાક્રમથી દશ દિવસે થઈને કાલ વગેરે કુણિકના દશે. ભાઈઓ મરાયા. એ સંગ્રામમાં મહાશિલાકંટક અને રથમુશળ. એ નામનાં બે ભયંકર સાધનેને (કદાચ) પહેલી વાર ઉપગ થયે – તેથી તે સંગ્રામ મહાશિલાકંટક સંગ્રામ, અને રથયુશળ સંગ્રામ નામે ઓળખાયા.
ભગવતીસૂત્રમાં શિક ૭, ઉદ્દે ૯ ] મહાશિલાકંટક સંગ્રામની જે વિગત આપી છે તે ઉપરથી એમ જણાય છે કે, તે સંગ્રામમાં એક એવું સાધન ઉપગમાં લેવામાં આવ્યું હતું કે, નાનું તૃણ, કાઇ, પાંદડું કે કાંકરા જેવી જે કઈ તુચ્છ વસ્તુ પણ તે દ્વારા ફેંકાતી તે મહાશિલા વાગી હોય તેમ વાગનારને ઈજા કરતી. રથમુશળની વિગત એવી છે કે, અશ્વ, સારથિ કે હા વિનાને તે રથ પિતાની મેળે એકલે સામા પક્ષમાં ઘૂસી જઈને મુશળ ફેરવતે ઘૂમતા અને મહા જનસંહાર કરતો. ભગવતી સૂત્રમાં મહાવીરને મુખે જ એમ જણાવવામાં આવ્યું છે કે, એ સગ્રામમાં કુલ ૯૬ લાખ માણસ મરાયાં હતાં.
૫. કાલી વગેરે રાણાએાની દીક્ષા વૈશાલીમાં આ પ્રમાણે મહા ધમસાણ મચેલું હોવાથી ભગવાન અંગદેશમાં ચંપા નગરી તરફ વળ્યા. ચંપામાં આ વિખતે શ્રેણિક રાજાની દસ વિધવા રાણુઓ – કાલી, સુકાલી, મહાકાલી, કૃષ્ણ, સુકુષ્ણુ, મહાકુષ્ણુ, વીરકૃષ્ણ, રામકૃષ્ણ,