________________
એકવીસથી ચૈાવીસમા સુધીનાં વર્ષો
૩૧૧
પૂછ્યું, · આવા ગાઢ અંધારામાં તને સાપ દેખાયા કેમ કરીને ?’ મૃગાવતીએ કહ્યું, · કેવળજ્ઞાનના પ્રકાશથી.'
ચંદ્રનાને પ્રથમ તેા થયું કે, મારા જેવીતે જે જ્ઞાન હજુ નથી થયું, તે આ આજકાલનીતે શાનું થાય? પણ પછી જ્યારે તેને ખાતરી થઈ કે મૃગાવતીને કેવળજ્ઞાન થયું જ છે, ત્યારે તેને તે વાતને ધણું આધાત લાગ્યું. અને એ આધાત જ તેનાં છેલ્લાં પડળ ઉકેલી આપનાર નીવડયો : તેને પણ ડેવળજ્ઞાન થઈ ગયું.
૮. રાજગૃહમાં
ભગવાન ત્યાંથી મગધ તરફ ચાલ્યા. રાજગૃહમાં આવી તે ગુરુશિક્ષક ચૈત્યમાં ઊતર્યાં. તેમના પટ્ટશિષ્ય ગૌતમ પાતે કરેલા સાત ટકના ઉપવાસના પારણાને નિાંમત્ત નગરમાં ભિક્ષા માગવા ગયા. ત્યાં તુગિકાના જનગૃહસ્થાને પાનાથના શિષ્યા સાથે થયેલી વાતચીત તેમના સાંભળવામાં આવી. તે આ પ્રમાણે હતી : ગૃહસ્થાએ પૂછ્યું હતું: “ હે ભગવન્! સયમનું ફળ શું છે? તથા તપનું ફળ શું છે?'
સાધુઓએ જવાબ આપ્યા: હું આર્યાં? સંયમથી નવાં કર્મો બંધાતાં અટકે છે; અને તપથી પૂર્વે બંધાયેલાં કર્યાં દૂર થાય છે.’
"
આ સાંભળી પેલા ગૃહસ્થાએ પૂછ્યું : અમે સાંભળ્યા પ્રમાણે સંયમથી દેવલાકની પ્રાપ્તિ થાય છે, અને દેવ થવાય છે, તેનું શું?’
"
સાધુઓએ જવાબ આપ્યા, · સરાગ અવસ્થામાં આચરેલા તપથી, સરાગ અવસ્થામાં પાળેલા સયમથી, મૃત્યુ પહેલાં બધાં કર્મીના નાશ ન કરી શકાવાથી, કે બાહ્ય સયમ હેાવા છતાં અંતરમાં રહેલી આસક્તિથી મુક્તિને બદલે દેવપણું પ્રાપ્ત થાય છે.’ ગૌતમને આ વાતચીતને અહેવાલ સાંભળી સંશય અને