________________
૨૧
કેવલ્યપ્રાપ્તિ મનુષ્યાદિને આટલું બધું આકર્ષણ છે, એ જોવાના હેતુથી તથા પ્રસંગ મળે તે પોતાની પાંડિત્ય-પ્રતિભાથી તેને માત કરી દેવાના ઇરાદાથી તે તરત પિતાના શિષ્યવૃંદ સહિત મહાવીર પાસે આવ્યો. મહાવીરની તેજસ્વી, શાંત અને જ્ઞાનગંભીર મુખમુદ્રા જોઈ ઈંદ્રભૂતિ તરત જ થોડોક તો શાંત થઈ ગયે. પરંતુ પછી તે મહાવીરે જ્યારે તેને તેનું નામ દઈને બેલાવ્યો, ત્યારે તે છેક જ દિમૂઢ બની ગયો. પરંતુ પિતે તરફ સુપ્રસિદ્ધ હોવાથી પોતાનું નામ મહાવીરના જાણવામાં આવ્યું હેય એમ માની, તેણે મનમાં વિચાર કર્યો કે, આ પુરુષ જે મારા હૃદયમાં લાંબાકાળથી ઊભા થયેલા સંશયને જાણી લઈ છેદી નાખે, તે હું તેમને ખરા માનું. તરત જ મહાવીર બોલ્યા, હે બ્રાહ્મણ! જીવે છે કે નહીં, એ બાબત તારા હદયમાં સંશય છે. પણ હે ગૌતમ! હું કહું છું કે, જીવ છે જ ચિત, ચૈતન્ય, વિજ્ઞાન, સંજ્ઞા આદિ લક્ષણોથી તે પ્રત્યક્ષ જાણી શકાય છે. તે જે ન હોય, તે પુણ્ય-પાપનું પાત્ર કેણ કહેવાય? તેમજ તારે આ યજ્ઞ, દાન વગેરે ક્રિયાઓ કરવાનું નિમિત્ત પણ શું રહે?'
આ સાંભળતાં જ ગૌતમ ઈદ્રભૂતિ પોતાને પાંડિત્વમદ તથા પિતાની પ્રતિષ્ઠાને મદ તજી દઈ, તરત જ પ્રભુને ચરણે નમી પડ્યો, અને બેલ્યો, “હે સ્વામી! તમે ખરેખર સર્વજ્ઞ છે. તમારા જેવા જ્ઞાનસમુદ્રને ક્ષુક ખાબોચિયા જે હું મારી ઉપરચોટિયા પંડિતાઈથી માત કરવા આવ્યો હતો; પરંતુ, હવે આપ મને આપને શિષ્ય જાણે. હું સર્વ સંબંધને ત્યાગ કરી, આપના ચરણનું જ શરણ આજથી સ્વીકારું છું.”
સર્વજ્ઞ કહેવાતા મહાવીરને હરાવવા ગયેલે પોતાના ભાઈ ઇન્દ્રભૂતિ જાતે જ જિતાઈ ગયે જાણ, છંછેડાયેલે આગ્રભૂતિ ધૂંવાંપવાં થતો શિષ્યવૃ દ સહિત ત્યાં આવ્યો. પરંતુ મહાવીરે ગૌતમની પેઠે જ તેને પણ તેના નામાભિધાનથી શરૂઆતમાં