________________
વિદહ તરફ માજિન્હે માતા! એ હિરણ્ય વગેરે અગ્નિને સાધારણ છે, ચેરને સાધારણ છે, રાજાને સાધારણ છે, મૃત્યુને સાધારણ છે, તથા દાવાદ (ભાયાત)ને સાધારણ છે. વળી તે અધ્રુવ, અનિત્ય અને અશાશ્વત છે. તેમજ કેણ જાણે છે કે પહેલાં કેણ જશે અને પછી કોણ જશે?. ..... માટે હું તે હમણાં જ પ્રવજ્યા લેવા ઇચ્છું છું.
આમ જ્યારે જમાલિનાં માતાપિતા કઈ રીતે તેને સમજાવવાને શક્તિમાન ન થયાં, ત્યારે વગર ઈચ્છાએ તેમણે તેને દીક્ષા લેવા અનુમતિ આપી. પછી જમાલિએ પંચમુષ્ટિક લચી કરી, ભગવાન પાસે આવીને પ્રવજ્યા લીધી. જમાલિની સ્ત્રી અને ભગવંતની પુત્રી પ્રિયદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓ સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. જમાલ હવે નિરંતર ભગવાન સાથે જ રહે છે, અને તે જ્યાં જાય ત્યાં જાય છે. પ્રિયદર્શન પણ આર્યા ચંદનાની દેખરેખ હેઠળ વિવિધ તપ કરતી સાથે જ વિચારે છે. અનુક્રમે જમાલિએ અગિયાર અંગોનું અધ્યયન સમાપ્ત કર્યું, એટલે ભગવાને તેને પાંચસેં ક્ષત્રિય મુનિઓને આચાર્ય બનાવ્યું. ત્યાર બાદ તે ચાર ટંક, છ અંક, આઠ ટેક વગેરેના ઉપવાસ તેમજ બીજું પણ દેહમન કરે છે, અને ભગવાન સાથે જ રહે છે.
[પ્રસંગવશાત્ જમાલિની બાકીની જીવનકથા પણ અહીં જ પૂરી કરવામાં આવે છે.]
કેટલાક વખત બાદ તેણે એક વખત ભગવાન પાસે ૧. પાંચ મૂઠી ભરી વાળ ખેંચી કાઢવા તે.
૨. ભગવતીસૂત્રમાં કે જ્યાં જમાલિનું આ બધું ચરિત્ર આપ્યું છે, ત્યાં તેની સ્ત્રી પ્રિયદર્શના ભગવાનની પુત્રી થતી હતી, એ કશે ઉલ્લેખ નથી.
૩. અર્થાત્ શ્રી. કલ્યાણવિજયજીની ગણતરી પ્રમાણે મહાવીરની દીક્ષાના ૨૪મા વર્ષમાં, અથવા કેવળજ્ઞાનના ૧૨ મા વર્ષમાં.