________________
વત્સદેશ તરફ
શરુ ૭. સચિત્ત આહાર-વજન પ્રતિમા (સજીવ વસ્તુ સાત મહિના સુધી ન ખાવી).
૮. સ્વયં-આરંભ-વર્જન પ્રતિમા (આઠ મહિના સુધી કશી સપાપ પ્રવૃત્તિ જાતે ન કરવી).
૯. ભૂતકપ્રેષારંભ-વજન પ્રતિમા (નવ મહિના સુધી નોકરચાકર દ્વારા પણ કેાઈ જાતની સપાપ પ્રવૃત્તિ ન કરાવવી).
૧૦. ઉદ્દિષ્ટ-ભક્ત-વજન પ્રતિમા (પોતાને ઉદ્દેશીને કરેલાં ખાનપાન વગેરે પદાર્થને દશ મહિના સુધી ઉપયોગ ન કર, તેમજ મુંડ રહેવું, અથવા ચોટલી રાખવી).
૧૧. શ્રમણભૂત-પ્રતિમા (અગિયાર મહિના સુધી શ્રમણ - સાધુ જેવી પ્રવૃત્તિ રાખવી).
આગળની દરેક પ્રતિમા વખતે પાછલી દરેક પ્રતિમા ચાલુ રહેલી જ ગણવી.
આવા (પપ વર્ષ સુધી આચરેલા) વિપુલ, ઉદાર, અને ઉત્કૃષ્ટ તપકર્મથી આનંદ ગૃહપતિ શુષ્ક, કૃશ, અને હાડપિંજર જેવો થઈ ગયો. આવી દશામાં તેણે ધાર્યું કે, હજુ મારામાં થોડું ઘણું બળ-શ્રદ્ધા-વૈર્ય આદિ છે, તથા ભગવાન મહાવીર હયાત છે, ત્યાં સુધીમાં અપશ્ચિમ ભારણાંતિક સંખના વ્રત સ્વીકારી જીવન પૂરું કરવું યોગ્ય થશે. તેણે તેમ કર્યું પણ ખરું.
આ રીતે, તે ખાનપાનના ત્યાગ સાથે જીવિત અને મરણમાં સમભાવપૂર્વક રહેવા લાગ્યો. એમ રહેતાં રહેતાં, તેની ચિત્તવૃત્તિ અધિક શુદ્ધ થતાં તેનાં જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય તથા ઉપશમ થયો, અને તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. હવે તે ત્યાં જ રહ્યો રહ્યો પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં પાંચસે યોજન સુધીના લવણસમુદ્રના ક્ષેત્રને, ઉત્તરમાં ચુલહિમવંત વર્ષધર પર્વત સુધી, ઉપર સૌધર્મ કલ્પ સુધી, અને નીચે પ્રમા પૃથ્વીમાંના લુચ્ચય નરક સુધીના પ્રદેશને જોવા તથા જાણવા લાગ્યો.