________________
શ્રી મહાવીર કથા વેરે પરણાવવામાં આવી હતી [પા. ૭૮]. શતાનીક પરંતપ ને નામે પણ ઓળખાતો. વત્સરાજ ઉદયન, જેની ઉજજયિનીના રાજ પ્રદ્યોતની દીકરી વાસવદત્તા સાથેની પ્રેમકથા ભારતીય સાહિત્યમાં મશહુર થઈ ગઈ છે, તે આ શતાનીક પરંતપને પુત્ર થાય. તેની મા વૈશાલીની હોવાથી મહાવીરની પેઠે તેને પણ વૈદેહીપુત્ર કહેવામાં આવે છે.
- શતાનીક રાજાએ આ અરસામાં ચંપાનગરી ઉપર હુમલે કર્યો હતો. તે નગરીને રાજા દધવાહન બીકનો માર્યો નાસી ગયે. નાસભાગ તથા લૂંટાઉંટમાં તેની રાણી તથા પુત્રી વસુમતી એક ઊંટવાળાના હાથમાં આવ્યાં. રાણીનું સૌંદર્ય જોઈ તેણે તેની સાથે લગ્ન કરવા ઈરાદો કર્યો, પરંતુ રાણીએ તેને વિચાર પામી જઈ પોતાના પ્રાણ તજી દીધા. તેના દાખલાથી સમજી જઈ, ઊંટવાળાએ તેની કન્યાને કૌશબીના ધનવાહ નામના શેઠને વેચી દીધી. વસુમતીએ પિતાનું નામ તથા કુળ છુપાવી રાખ્યાં. તેને ખરીદનાર શેઠે તેના શીતળ ગુણેથી પ્રસન્ન થઈ તેનું “ચંદના” નામ પાડયું.
ધીમે ધીમે ચંદના યુવાવસ્થામાં આવી. પેલા શેઠની મૂલા નામની ભાર્યા ચંદનાના ખીલતા જતા સ્વરૂપથી કાંઈક ફિકરમાં પડી. એવામાં એક દિવસ શેઠ ઉનાળાના તાપમાં દુકાનેથી ઘેર આવ્યા. ત્યારે દૈવયોગે કેાઈ સેવક તેમના પગ દેવાને હાજર ન હાથી, શેઠ તરફ પિતૃભાવ રાખતી ચંદના પિતે નીચી નમી શેઠને પગ ધોવા માંડી. તેવામાં તેના કોશની એક લટ નીચે પાણીમાં પલળવા લાગી. તેથી શેઠે સહજભાવે તે લટ લઈને આદરથી બીજી લટો સાથે બાંધી દીધી. ગોખમાં રહેલી શેઠાણીએ આ બધે વ્યવહાર જોઈ વિચાર્યું કે, યુવાન સ્ત્રીને કેશપાશ પુરુષે બાંધવો, એ તે કામક્રીડાનું પ્રથમ અંગ છે. માટે ભારે આ શત્રુને વેળાસર દૂર કરવો જોઈએ.