________________
સરકારકરણ
૧૦૦ એ વીર બાળક એ યથાર્થ નામ વડે જ હમેશને માટે પ્રસિદ્ધ થવાના હતા.
- વર્ધમાન કઈક-અધિક-આઠ વર્ષના થયા એટલે તેમને વિદ્યાગુરુ પાસે ભણવા મૂકવામાં આવ્યા. જેને જ્ઞાનપ્રદીપ દેવકના બેગ વખતે તથા મૃત્યુલોકના ગર્ભવાસ વખતે પણ એલવાયો નથી, તે આ લૌકિક વિદ્યાઓ ભણવામાં પાવરધા જ નીવડે એટલું કહીને કથાકારે સંતોષ નથી માનતા. તેઓ તો ઈકને ફિકર કરાવે છે કે, વર્ધમાન પ્રભુનાં માતપિતા મહવશ થઈ આ શે અનર્થ કરવા બેઠાં ! તે તરત એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને વર્ધમાનનાં માતપિતા વર્ધમાનને લઈને જે શાળામાં ગયાં હતાં ત્યાં આવ્યો, અને વર્ધમાનને અઘરા અઘરા વ્યાકરણશાસ્ત્રના પ્રશ્નો પૂછવા લાગે. તેના જવાબો એ નાના બાળકને મુખે સાંભળતાં જ પેલો ભણાવનાર ઉપાધ્યાય શરમિંદો થઈ ગયો, અને ભગવાનને મુખે નીકળેલા ઉત્તરે ભેગા કરીને તેણે નવું વ્યાકરણ રચ્યું. ૨
૧. પરંતુ આ પ્રસંગે પાછળ શ્રીકૃષ્ણના વધ માટે કંસે કરેલી ખટપટ જેવી જ કઈક રાજખટપટ સહેજે કલ્પી શકાય. બાકાણીને પેટે જન્મેલ મહાવીરને ત્રિશલાના પુત્ર તરીકે જાહેર કરવામાં આવ્યા એ બીનાથી એ કલ્પનાને પુષ્ટિ મળે છે જ.
૨. જેનસૂત્રોમાં જ્યાં ભણુવા-ભણાવવાની વાત આવે છે, ત્ય સામાન્ય રીતે ૭૨ કળાઓ શીખ્યા-શીખવ્યાની વાત આવે છે. તે કળાઓમાં લેખન, ગણિત, કાવ્ય, દજ્ઞાન, સમશ્યા, ગાથા, ગતિ, લોક એવા ભણતરના કહી શકાય તેવા વિષયો ઉપરાંત વધાર પ્રમાણમાં તે વિવિધ હુન્નર-વિધિઓ અને વિદાઓને સમાવેશ થતા. જુઓ આ માળાનું “ધર્મકથાઓ' પુસ્તક પા. ૧૯૩-૨૧. તે ઉપરાંત ૧૮ પ્રકારની દેશી ભાષાઓમાં વિશારહ થવા-કરવાની વાત સાથે જ આવે છે. તે માટે પણ સદર પુસ્તકમાં જુઓ