________________
મહાવીરજન્મ
૭ યુગની શરૂઆતના કાળમાં) તે લગભગ આખો ઉત્તરાખંડ આવાં ગણરાજ્ય વડે પથરાયેલું હતું. પૂર્વવિભાગમાં તે વૃજિક, લિછિવિકી, અને મલ્લકેનાં ગણુસતાક રાજ્યો ગણવે છે; મધ્યમાં કુરુઓનાં અને પાંચાલોનાં, ઉત્તર પશ્ચિમમાં મકકેનાં અને દક્ષિણ પશ્ચિમમાં કુકરમાં.
૪. વૈશાલીને ચેટકરાજા આગળના એક ફકરામાં અપરાધીને ન્યાય કરનારા જે જે વર્ગો અનુક્રમે ગણવ્યા, તેમાં સૌથી શરૂઆતમાં “રાજાઓ” છે, અને છેક છેવટે પાછો “રાજા” છે. એ ઉપરથી જણાય છે કે, બધા રાજાઓમાંથી છેવટે “પ્રમુખ, અથવા “મુખ્ય” એવો એક અંતિમ “રાજા” પસંદ કરવામાં આવતો, અને છેવટનો નિર્ણય તેની પાસે રહેતો. મહાવીરના જમાનામાં ચેટક નામને લિચ્છવીઓનો મુખ્ય “રાજા” હતો. તેને ત્રિશલા નામે બહેન હતી; તથા એકંદર સાત પુત્રીઓ હતી. તેમાંથી એક કુમારિકા જ રહી હતી; અને બાકીની છનાં લગ્ન ભરતખંડના તે વખતના જુદાજુદા નામાંક્તિ રાજાઓ સાથે થયાં હતાં. જેમકેઃ પ્રભાવતીનું લગ્ન સિંધુ-સૌવીર દેશના વિતિભયનગરમાં રાજ્ય કરતા ઉદાયન વેરે થયું હતું; પદ્માવતીનું લગ્ન મગધની પૂર્વે આવેલા “અંગ’ દેશના ચંપા નામના નગરમાં રાજ્ય
૧. બૌદ્ધશામાં લિચ્છવી અને વજછ બેને એક જ માનવામાં આવ્યા છે (અંગુત્તર નિકાય પંચકનિપાત). પરંતુ કૌટિલ્ય એ બેને જુદા પાડે છે. સાંસ્વાંગ પણું વૃજ દેશને વૈશાલીથી જુદા પાડે છે (વોટર્સ ૨.૮૧). એમ હોય કે આખો દેશ પણ વજી કહેવાતે હોય, તેમજ તેમાંના એક ગણનું નામ પણ વજી હોય.
૨. પટણાથી પૂર્વમાં ૧૦૦ કશ દૂર આવેલું સ્થાન. આજે તેનું નામ ચંપાનાલા છે, અને તે ભાગલપુરથી ત્રણ માઈલ દૂર આવેલું છે.