________________
મહાવીરજન્મ
"
(સિદ્ધત્વે રાયા) એવા ઉલ્લેખ પણ મળે છે; એટલે તે નાતૃવંશીય ક્ષત્રિયેાનેા આગેવાન · રાજા' પણ હેાય. એ ત્રિશલા ક્ષત્રિયાણી અને સિદ્ધાર્થ ક્ષત્રિયના મેાટા પુત્ર નંદિવર્ધન સાથે પછી ચેટકની પુત્રી જ્યેષ્ટાનું લગ્ન કરવામાં આવ્યું હતું. તેમાં કઈ નવાઇ પામવા જેવું નથી. કેટલાક દેશેા અને કેટલીક જાતામાં મામાની કન્યા ઉપર ભાણેજનેા પ્રથમ હક ગણાય છે. આવશ્યક ટીકામાં હરિભદ્રસૂર એક ઠેકાણે દેશકથા' વધુ વતાં જણાવે છે કે, અ`ગ અને લાટ દેશના લેાકેાને માતુલદુહિતા' અર્થાત્ મામાની દીકરી ગમ્ય હાય છે, જ્યારે ગૌડદેશના લેાકા માટે તે લિંગની હાઇ અગમ્ય છે.૧ ખુદ મહાવીરની પુત્રી પ્રિયદર્શનાનાં લગ્ન પણ તેની સગી ફાઈ સુદશ નાના પુત્ર જમાલિ સાથે થયાં હતાં.
"
૫. વૈશાલીનગરી
લિચ્છવીઓની રાજધાની વંશાલી (વિશાસ્ત્ર) બહુ પ્રાચીન કાળમાં ઇક્ષ્વાકુના પુત્ર કે ઇક્ષ્વાકુના ભાઇ નભાગના પુત્ર વિશાલ રાજાએ વસાવી હતી એવા ઉલ્લેખા હિંદુ ગ્રથામાં મળી આવે છે. પુરાણા વિશાલાના રાજવંશને દશરથના સમકાલીન પ્રમતિ સુધી ખેંચી લાવે છે. પરંતુ વિશાલાના રાજ્યવંશને અંત કારે કેવી રીતે આવ્યે!, તથા તે લિચ્છવીએના પ્રમળ ગણુસત્તાક રાજ્યની રાજધાની કેવી રીતે ખતી, તે વિષે આપણે વિશેષ કાંઈ જાણી શકતા નથી.
૧. જુઆ પુરાતત્ત્વ, પુ. ૧. પા. ૨૬૫.
૨. આવશ્યક ભાષ્ય, ચૂણિ, ટીકા, ઇ.
૩. રામાયણ (અ. ૪૫, ૯, વાયુ॰ (૮૬, ૧૬૨૨), તથા વિષ્ણુ॰ (૪, ૧, ૧૮ ).