________________
૭૦. બેકદર
હા ! બેકદરને કદર ક્યાંથી હોય ! અજ્ઞાનીને જ્ઞાનીઓનાં મૂલ્યાંકન ક્યાંથી સમજાય ! દુર્જનને સૌજન્યનું મહત્ત્વ ક્યાંથી સમજાય ! વિલાસીને વિરાગીની વિશિષ્ટતાઓની મઝા ક્યાંથી સાંપડે !
૭૧. સોબત સજ્જનનો સ્વાભાવિક સગુણ એ હોય છે કે તે, પાસે આવેલાને સુપરિમલથી સુવાસિત બનાવે છે, ત્યારે દુર્જનનો નૈસર્ગિક દુર્ગુણ એ હોય છે કે તે પાસે આવેલાને પોતાની દુર્ગધથી દુર્ગન્ધિત બનાવે છે.
૭૨. સત્સંગ
માટે પાપભીરુ શિષ્ટજનોએ, કાંટા જેવા દુર્જનનો સંગ ત્યજી, કલ્પતરુની જેમ શીતળ છાયા આપનાર સજ્જન પુરુષોનો સંગ કરવો, એ જ હિતાવહ છે.
૭૩. માનવી આપે છે ? ધૂપ પોતે સળગીને, દુર્ગંધને દૂર કરી સુગંધ ફેલાવે છે; લાકડાં જાત બળીને ટાઢને હઠાવી બીજાને ઉષ્મા આપે છે ? શેરડી કોલુમાં પિલાઈને મીઠો રસ આપે છે. આ બધાં કરતાંય માણસ શ્રેષ્ઠ છે, છતાં એ જગતને કાંઈ આપીને જાય છે ખરો ?
૭૪. ચારિત્રની સુવાસ ચારિત્ર એ અત્તરના પૂમડા જેવું છે. જેની પાસે એ હોય તેને તો એની સુવાસ મળે જ છે, પણ તેના સમાગમમાં જે આવે તેનેય એ સુવાસ આપે છે. એને તો સુવાસના દાનમાં જ આનંદ હોય છે.
મધુસંચય - ૧૭ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org