________________
૨૬
કૌટિલ્ય “અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
પ્રણાલી મુજબ ગણીએ તો હાલનું “અર્થશાસ્ત્ર ૪૮૦૦ શ્લોકમાપ જેટલું જ છે. આમ ગ્રંથમાં નિર્દિષ્ટ પરિમાણના પાંચમા ભાગ (૧૨૦૦ શ્લોકપરિમાણ) જેટલી સામગ્રી હાલના “અર્થશાસ્ત્ર'માં ઓછી જોવા મળે છે. તેથી ઉપર્યુક્ત ગ્રંથગત વિધાન પ્રક્ષિપ્ત હોવાની શંકા પણ કરાય છે. પણ એ નોંધવું જોઈએ કે અર્થશાસ્ત્રની પાટણની એક ખૂબ પ્રાચીન હસ્તપ્રતમાં પણ આ વાક્ય મળે છે. વળી દંડીકૃત શકુમારરિતા એ ગદ્યકથામાં “આચાર્ય વિષ્ણુગુપ્ત અત્યારે મૌર્ય માટે આને (દંડનીતિને) છ હજાર શ્લોકરૂપે સંક્ષેપમાં કહી છે”૧૫ એવો ઉલ્લેખ કથાના આઠમા ઉવાસમાં મળે છે. એટલે સમસ્યા ગૂંચવાય છે.
દંડનીતિ-વિદ્યા તંત્ર અને માવા તરીકે ઓળખાતા બે મુખ્ય વિભાગો ધરાવે છે એવું સોમદેવસૂરિના નીતિવીવામૃતમ્ ગ્રંથમાં રૂ૦.૧૪-વદ્દ એ ત્રણ સૂત્રોમાં થઈને બતાવ્યું છે. તત્ર એટલે પોતાના રાષ્ટ્રના પાલન માટેની વ્યવસ્થા અને બાવા એટલે વાવણી – અન્ય રાષ્ટ્રો ઉપર કાબૂ રાખવાના અને જેનો શાસક નબળો હોય તેવા રાષ્ટ્રને પોતાના તાબામાં લઈને પોતાના સુશાસન નીચે લાવવાના પુરુષાર્થરૂપ વાવણી. અર્થશાસ્ત્રની વિષય-ગોઠવણી, આ બે શબ્દોના ઉપયોગ વગર પણ, આવા વિભાગ પ્રમાણે જ થઈ છે. અધિકરણ ક્ર. ૧થી ૫માં સ્વદેશનીતિનાં બધાં પાસાં આવે છે, અધિ.ક્ર. ૬થી ૧૩માં પરદેશનીતિનાં વિવિધ પાસાંની વિચારણા છે અને અધિ. ક્ર. ૧૪, ૧૫માં પરિશિષ્ટરૂપ સામગ્રી છે.
આમાં દેખીતી રીતે સ્વદેશનીતિનાં પાંચ અને પરદેશનીતિનાં આઠ અધિકરણો હોવા છતાં ગ્રંથપરિમાણની રીતે સ્વદેશનીતિની અને પરદેશનીતિની સામગ્રી અનુક્રમે ૫૮% અને ૪૨% નજીકની ગણી શકાય. પ્રથમ વિભાગના ૯૬ અધ્યાય છે, બીજા વિભાગનાં ૪૯ અને પરિશિષ્ટ-વિભાગના પાંચ અધ્યાય. આ રીતે આખા ગ્રંથના કુલ ૧૫૦ અધ્યાય થાય છે. આ પ્રાથમિક પૃથક્કરણ એટલું બતાવે છે કે સ્વદેશનીતિની વિચારણા જ કૌટિલ્યને મન ખૂબ માવજત માગે છે. એમાં પણ એમણે ૩૬ અધ્યાયોના સૌથી વિસ્તૃત બીજા અધિકરણમાં રાષ્ટ્રનાં સર્વ ક્ષેત્રોને દઢ કરનારી અર્થોત્પાદનપ્રવૃત્તિની તલસ્પર્શી વિચારણા રજૂ કરી છે. આ રીતે અર્થશાસ્ત્ર' શીર્ષકને પણ સાર્થક કરી બતાવ્યું જણાય છે.
સ્વદેશનીતિનાં પાંચ અધિકરણો પૈકી પ્રથમ વિનયથારમ્ અધિકરણમાં રાજા ઉપરાંત અમાત્ય, મંત્રી, પુરોહિત, રાજદૂત, ગુપ્તચરતંત્ર જેવા રાજકાજના પાયાના કાર્યકરોની પોતપોતાની લાયકાતો અને એમણે કાર્યની બજવણી દરમિયાન નિયમનકાર્યોમાં બતાવવાની દક્ષતાની વાત મુખ્ય રૂપે છે. ઉપરાંત સામાન્ય પ્રજાની વફાદારીની તપાસ, અન્ય રાષ્ટ્રોની પ્રજાનાં બિનવફાદાર તત્ત્વોનો પોતાના રાજકીય હેતુઓની સિદ્ધિ માટે સંગ્રહ, રાજયના વિવિધ હોદ્દેદારોનું વિવિધ યોગ્યતાઓનાં પાસાંઓ પરત્વે ગુપ્ત પરીક્ષણ, રાજાએ રાજપુત્રથી, રાણીવાસથી, મહેલમાંનાં અન્ય અનિષ્ટ તત્ત્વોથી કરવાનું આત્મરક્ષણ – એવા સ્વ-પર-નિયમન(વિનય)સંબંધી મુદ્દાઓની અનુભવાશ્રિત ચર્ચાઓ છે.
૩મધ્યક્ષyવાર: નામનું ૩૬ અધ્યાયનું બીજું અધિકરણ, હમણાં કહ્યું તેમ, ગ્રંથનું સૌથી વિસ્તૃત અધિકરણ છે. રાજાની સમસ્ત રાજનીતિ કે દંડનીતિની સફળતાનો માપદંડ કે તેનું ટોચનું ધ્યેય છે નિપુણ અર્થનીતિ થકી વ્યક્તિમાત્રની અને સરવાળે સમસ્ત રાષ્ટ્રની સર્વ પ્રકારની જીવનપોષક અને યુદ્ધકાળમાં પણ અડીખમ પીઠબળ પૂરું પાડનારી ચીજોનાં નિર્માણ, પરિરક્ષણ અને વિતરણ. આવા વિવાદાતીત ઉત્તમ ધ્યેયને આકાર આપતી, રાજયતંત્ર અને પ્રજાસમૂહો એ ઉભય દ્વારા સાકાર થતી નિર્માણ પ્રવૃત્તિનાં –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org