________________
વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા
૨૮૫
વળી કેટલાક વર્ગો એવા છે, જે કાં તો પોતાની કોઈ ને કોઈ અસહાયતાને લીધે, યા પાપભીરુતા કે ગભરૂપણાને લીધે પોતાને થયેલા ખરેખરા અન્યાય બદલ પણ ન્યાયતંત્રમાં ફરિયાદ કરતા નથી યા ફરિયાદ કરતાં ખચકાય છે. તો ન્યાયતંત્ર અને ધર્મથે પોતાના કરુણાજન્ય વ્યાપક સામાજિક જાણપણાથી એવા લોકો માટે સ્વ-અભિક્રમથી (suo moto) એમની ફરિયાદ ઊભી કરીને એમને ન્યાય મળે તેવી જોગવાઈ કરવાની છે. એવા વર્ગોની નમૂનારૂપ યાદી આમ છે : દેવસ્થાન, બ્રાહ્મણ, તપસ્વી, સ્ત્રી, બાળક, વૃદ્ધ અને વ્યાધિગ્રસ્ત. આ વર્ગોને થયેલા જે-તે અન્યાયનું નિવારણ કરવાનાં કામ સ્થળ, કાળ કે ભોગવટાના અધિકાર (1) સંબંધી કોઈ ને કોઈ વાંધાને બહાને પણ ટાળવા નહિ. વળી ન્યાયપ્રક્રિયામાં સાક્ષી વગેરે રૂપે સહયોગ આપતા કે ખુદ ન્યાય માગવા આવેલા મનુષ્યોનાં પણ શાસ્ત્રજ્ઞાન, બુદ્ધિ, પરાક્રમ, ખાનદાની કે કર્મ-વૈશિષ્ટટ્યો જાણી તેમનું સર્વ રીતે સન્માન કરવું. કેવું પ્રબુદ્ધ ન્યાયતંત્ર !
ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ રાજધર્મનો સૌથી વધારે અગત્યનો અથવા નિત્ય અંશ તો પ્રજાવર્ગોના સામાજિક અને નાગરિક/જાનપદ (ગ્રામપ્રદેશવાસી) તરીકેના જીવનમાં પ્રજામાંથી વ્યક્તિઓ કે જૂથો દ્વારા અંદરોઅંદરના સંબંધમાં ઊભી કરાતી વિષમતાઓ સામે કાંટો કાંટ ન્યાય તોળવાનું કર્તવ્ય જ ગણાય. પાલન અને રક્ષણથી પોષાયેલા પ્રજાવર્ગોમાં પણ મૂળ શિકાર-યુગની જંગાલિયતના અવશેષોરૂપ જે ચીકટાં રાગ-દ્વેષ-છળ ટકી રહ્યાં હોય, તેનું નિપુણ અને કડક નિયમન કરવું એ જ સૌથી વધારે સર્જનાત્મક, વિકાસગામી, સાંસ્કૃતિક કે પ્રજાકીય મનની કેળવણીરૂપ રાજ-કર્તવ્ય બની રહે છે. ભારતીય કલ્પનાનો રાજધર્મ એક ધિંગી પરિવાર-ભાવનાથી મઘમધે છે.
એ ઉક્ત મધુરતમ સમાપ્તિશ્લોકમાં કૌટિલ્ય પોતાની ધર્મસ્થ અંગેની પરિપૂર્ણ વિભાવના સાદી-સુંદર રીતે આમ રજૂ કરી છે : “આ રીતે પોતાની પાસે છળની કલ્પનામાત્રને ટૂંકવા ન દેનારા, સર્વ જીવો અને ઘટનાઓ પ્રત્યે સમત્વથી સમર્પિત રહેનારા, સૌનું વિશ્વાસસ્થાન, સર્વલોકને પોતીકા લાગતા એવા ધર્મસ્થોએ પોતાનાં ન્યાય-સ્થાપનનાં કર્તવ્યોને આટોપતાં રહેવું.”
રાજયતંત્રની ખરી કૃતકૃશ્યતા નિત્ય પ્રજાની ઊલટભરી વ્હાર કરવામાં જ છે તે વાત ન્યાયતંત્રના આ સમગ્ર ચિત્રણમાં તો ચોખેચોખ્ખી ઊપસી આવે છે. વ્યવસાય રાજનીતિનો હોય કે બીજો કોઈ પણ, પરંતુ તેનો પ્રાણ છે સ્વયંભૂ વત્સલતા અને રાગદ્વેષરહિત ઉપકારવૃત્તિ. વ્યવસાયમાત્ર અને આમપ્રજા વચ્ચે ગજગ્રાહનો કે ઉંદર-બિલાડીનો સંબંધ હોવાની કલ્પના જ સંસ્કૃતિનો રાજમાર્ગ ખોઈને ખોટે રસ્તે ચઢી ગયેલા વિકૃત મનુષ્યત્વની નિશાની છે.
ચોથા ટકશોધન અધિકરણમાં તો વળી આ વાત વધુ ઘનિષ્ઠ રીતે ઊપસી આવે છે – ભલે એમાં વર્ણવેલી કાર્યશૈલી દેખીતી રીતે વધારે કઠોર હોય. ચોથું અધિકરણ – સ્થાયી રાષ્ટ્રબોધકોનું નિવારણ (ટોથનમ) :
રાષ્ટ્રની સીમા પરના શત્રુઓની પરખ અને એનું સમર્થ નિવારણ પણ ટાળી ન શકાય એવું રાજકર્તવ્ય છે એ ખરું; પરંતુ એ પ્રાયઃ પ્રાસંગિક કર્તવ્ય રૂપે ઊભું થાય છે. એનું સ્વરૂપ ઘણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org