Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 346
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા પ્રાકૃતિક, માનુષી ઇત્યાદિ – વિષેના સમાચાર, આવેલ પત્રનો પ્રત્યુત્તર અને પરિપત્ર (વ્યાપક રીતે સર્વ અધિકારીઓને પ્રજાની રક્ષા કે સહાય માટે આદેશ આપતો સર્વસામાન્ય પત્ર – આજનો G.R.). આ જાતના પત્રો પણ ભાવ અને ભાષામાં ઉચ્ચ સાંસ્કૃતિક ગૌરવ કે શિષ્ટતા જાળવે એવું સૂચવવા આ પ્રકરણમાં કૌટિલ્યે તેમનો ઉલ્લેખ કર્યો જણાય છે. રાજ્યતંત્રની યા પ્રજામાંની કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અવિનય, ઉદ્ધતાઈ કે વર્તનનું કોઈ પણ પ્રકારનું અનૌચિત્ય વ્યક્ત ન થાય એ મુખ્ય વાત છે. એક અન્ય વર્ગીકરણ સામાદિ ચાર ઉપાયોની દૃષ્ટિએ છે સામ, દાન, ભેદ કે દંડની નીતિ વ્યક્ત કરતા પત્રો. હમણાં જ આની વાત કરી છે. ૩૨૯ - આ પ્રકરણ અનેક શાસ્ત્રોને ધ્યાનમાં લઈને તૈયાર કરાયાનું યોગ્ય રીતે જ કહેવાયું છે; ખાસ કરીને કાવ્યશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર અને નિરુક્તશાસ્ત્રનું અનુસંધાન ઊપસી આવે છે. (૯) ‘૩ર્થશાસ્ત્ર’ અને આધુનિક રાજનીતિ પણ નૃવંશશાસ્ત્ર(Anthropology)ની દૃષ્ટિએ કહીએ તો વિકસિત બુદ્ધિ એ મનુષ્યની અન્ય પ્રાણીઓની સરખામણીએ આગવી વિશિષ્ટતા છે. એ બુદ્ધિનું જ અંગ છે સ્મૃતિ. તેને લીધે તે વર્તમાનકાળ ઉપરાંત વિશાળ ભૂતકાળને એમાં ભંડારાયેલા વિશિષ્ટ ઘટનાપ્રવાહને પોતાના મગજ દ્વારા તેમ જ ભારે કાળજીથી સાચવવામાં આવતા વિવિધકાલીન ગ્રંથો દ્વારા પોતાની જીવનશક્તિને, ચિંતનશક્તિને પુષ્ટ કરવા માટે સાચવે છે. ભૂતકાળ અને વર્તમાનકાળની સમૃદ્ધ ખબરદારીથી પુષ્ટ થયેલી પોતાની અતિસંકુલ બુદ્ધિશક્તિથી એ બે કાળથી વિલક્ષણ આકારની ક્ષમતા કે શક્યતા ધરાવતા ભવિષ્યકાળને પણ એ આકારી શકે છે. Jain Education International આ વ્યાખ્યાનમાળામાં આપણે કૌટિલ્યના અનુભૂતિ-પ્રદેશમાં મૂર્ત થયેલી સંકુલ રાજનીતિનું જે પંખીદર્શન મનભર રીતે કર્યું, તે પણ વર્તમાનકાળમાં વિવિધ નૂતન શુભાશુભ પરિબળોથી મૂર્ત થયેલી રાજનીતિ સાથે તેનાં તુલના અને સમન્વય બંને કરી શકીએ તે માટે જ. આપણે આપણા મનુષ્યત્વને આવી સુચિંતિત, સુસંચિત, સનાતન એવી પ્રાચીન સામગ્રીથી માંજીને ઊજળું અને સાર્થક ક૨વાની રુચિ સભાનપણે કે અભાનપણે અવશ્ય સેવીએ છીએ નાનકડી બિલ્લી પણ જીભથી ચાટી-ચાટીને પોતાના દેહને સ્વચ્છ-સુંદર રાખવા ઇચ્છે છે તેમ ! જેમ કોઈ કોડીલી ગર્ભવતી સ્ત્રી ઉદરમાં સળવળતા રહેતા ગર્ભથી પોતાના અસ્તિત્વને ભર્યું-ભર્યું અનુભવે છે, તેમ આપણે મનુષ્યો સત્ય-શિવ-સુંદર એવા સનાતન જીવનધર્મો માટેની ઝંખનાના કે મથામણના સળવળાટથી જ હૃદયપ્રદેશમાં ઘેરો, ચિરંજીવ, અબોલ થનગનાટ અનુભવીએ છીએ. For Personal & Private Use Only - આ વક્તાને કૌટિલ્યના ઊલટભર્યા અધ્યયન-અધ્યાપનમાંથી જે ચિરંજીવ જીવનમૂલ્યો દાર્શનિક, સાંસ્કૃતિક ઉભય – લાધ્યાં તે હૃદયના પૂરા ઉલ્લાસ સાથે, આ વાર્તાલાપમાં, શ્રોતાઓને વધાવવા અર્ધરૂપે જ રજૂ કર્યાં છે. વ્યાપકપણે શ્રોતાઓમાં જે પ્રશ્નો ઉત્કટ રૂપે ઊઠવા જોઈએ, તે વ્યાપકપણે લદાયેલી અર્થકેન્દ્રી જીવનશૈલીને કારણે કે આળસ, સંકોચ કે પ્રશ્ન આકારવાની બિન www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374