Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 349
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ થઈ રહ્યું છે. ખાસ તો રોજી વિપુલ પ્રમાણમાં ઘટતી જ રહે એવી યંત્રોઘોગતરફી ઉદ્યોગ-પતિતરફી એકાંગી, બલ્કે મહાજોખમી મંદીને લાંબે ગાળે નોતરે તેવી, અપ-નીતિ ચલાવાય છે. માત્ર નૈતિકતાની દૃષ્ટિએ નહિ, પણ બુદ્ધિમત્તાની દૃષ્ટિએ, લાંબા ગાળાના રાષ્ટ્રીય આર્થિક પાયાની અડીખમ સલામતી અર્થે પણ ‘અર્થશાસ્ત્ર’ની નિષ્કપટ લોક-નિષ્ઠાવાળી અર્થનીતિનો અંગીકાર કર્યે જ છૂટકો છે. ૩૩૨ યુદ્ધ પ્રત્યેનું કૌટિલ્યનું શાણું વલણ આજની સરકારોના સ્વાર્થકેન્દ્રી યુદ્ધખોર માનસને અને એમાંની આત્મઘાતક બેવકૂફીને ઉઘાડાં પાડે છે. ખેતી, પશુપાલન, ગૃહોઘોગ, ગ્રામોદ્યોગ સહિતના ગ્રામીણ અર્થતંત્રના પ્રાધાન્ય સાથે મધ્યમ કારખાનાં, તેનાં વિશિષ્ટ સંકુલો, ખાણ-ઉદ્યોગ, સ્વદેશી વેપાર કે પરદેશો સાથેનો વિપુલ રચનાત્મક વેપાર, તે માટેના રાજ્યનિર્મિત વિણક્ષથો – આવાં અંગો ધરાવતું પ્રજાહિતલક્ષી, જીવનકેન્દ્રી, નિરુપદ્રવી પુરુષાર્થો સેવતું સર્વાંગી-સમધારણ અર્થતંત્ર યુદ્ધોની આવશ્યકતા સારી પેઠે ઘટાડે છે અને રાષ્ટ્રો વચ્ચે આર્થિક સહયોગ વધારે છે. ઇન્દ્રિયસંયમ ૫૨ ચોખ્ખો ભાર આપીને, તેમ જ દર્શનવિદ્યા (આવીક્ષિી) સહિતની રાજોપયોગી ચાર પાયાની વિદ્યાની, ‘નિયમ’ (વ્રતબદ્ધ જીવન) અને ‘વિનય’ (પૂર્ણ વિષયબોધ અને તત્સંબંધી વ્યવહારકૌશલ પ્રાપ્ત થાય તેવું વિદ્યાઓનું વિધિપૂર્વકનું શિક્ષણ, જે વિષયના સિદ્ધાંત અને વ્યવહાર એ બંનેમાં પીઢ હોય તેવા ગુરુ દ્વારા અપાય) સહિતની કેળવણી દ્વારા રાજા અને ઉચ્ચ રાજપુરુષોને પ્રજાસેવામાં સર્વ રીતે દક્ષ નરોત્તમો બનાવીને, શાસનને લોકાશ્રિત અને રાષ્ટ્રવ્યાપી ગુપ્તચર-તંત્રના મહાજાળના ઘનિષ્ઠ સહયોગ દ્વારા ભ્રષ્ટાચારમુક્ત રાખીને રાષ્ટ્રનો નિરંતર૫ણે અપૂર્વ સર્વાંગી વિકાસ થાય તેવું ધિંગું નૈતિક માળખું ઊભું કરવાનું માર્ગદર્શન ગ્રંથમાં અપાયું છે. આજની રાષ્ટ્રઘાતક, લોકદ્વેષી, ભ્રષ્ટ સરકારોને સંપૂર્ણપણે ઉઘાડી પાડીને, તંત્રના નૈતિક-બૌદ્ધિક દેવાળાને કારણે નીપજતા રાષ્ટ્રીય આપઘાતથી સમસ્ત રાષ્ટ્રને બચાવી લેવાની પ્રબળ ચાલના આ શીલ-સામર્થ્યસંપન્ન લોકગુરુ દ્વારા આ ગ્રંથના માધ્યમથી અપાઈ છે. આવી છે આ પ્રાચીન રાજનીતિની સનાતનતા ! આજે કિલ્લાઓ, હાથી-ઘોડા-૨થ-પદાતીઓનું બનેલું ચતુરંગ સૈન્ય ઇત્યાદિ, રાજ્યતંત્રનાં ચલ (પરિવર્તનશીલ) ઘટકો સ્વાભાવિક રીતે જ અપ્રસ્તુત બન્યાં છે. પરંતુ ગ્રંથમાં સૈનિકોના માનસિક પ્રશ્નો, વફાદારીના પ્રશ્નો, એમનાં તન-મનની માવજતના પ્રશ્નોની જે સંક્ષિપ્ત ચર્ચાઓ મળે છે તે આજે પણ ધોરણસરની અને પ્રસ્તુત લાગે છે. રાજાશાહીના આ ગ્રંથમાં પણ સાચી લોકનીતિની સર્વાંગી ખિલવટના અનેક સુચિંતિત, વ્યવહારક્ષમ મુદ્દાઓ વિશાળ પાયે જાણવા-સમજવા મળે છે. આમાંથી આજની લોકશાહીઓને લોકસ્વામિત્વવાળી, લોકોના કલ્યાણ માટેની અને લોકો દ્વારા જ અર્થતંત્ર સહિત સર્વ મોરચે વિકસતી બનાવવાનું રોકડું માર્ગદર્શન મેળવી શકાય એમ છે. કૌટિલ્યને સીધો રસ નથી કાવાદાવાની રાજનીતિમાં, કે નથી કેવળ રાજકીય નોકરશાહીના માળખાના વહીવટમાં; એમનો છેવટનો રસ તો છે જીવનતત્ત્વને સમગ્રપણે પારખીને એની નમ્ર નાનકડી કડી બનવામાં, પરમતત્ત્વ કે પરમશક્તિમાં ગૂંથાવામાં. ‘રાજનીતિ જીવન અને સત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374