Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 371
________________ ૩૫૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ૧૧. એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા ઇન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું : ૧૨. “આ અગ્નિ અને વાયુ છે; તેિનાથી તમારું આ ભવન બળી રહ્યું છે. હે ભગવન્! તો તમે આ અંતઃપુરની સામે કેમ જોતા નથી ?” ૧૪. (તેરમી ગાથા ઉપરની આઠમી મુજબ) (નમિરાજા :) “જેનું કંઈ જ નથી એવા અમે સુખેથી વસીએ છીએ અને જીવીએ છીએ. મિથિલા બળતી હોવા છતાં એમાં અમારું કંઈ બળતું નથી. (આ પાછલું મહાવાક્ય “મહાભારત'માં પણ આવે છે.) ૧૫-૧૬. “પુત્ર-પત્ની ત્યજી ચૂકેલા નિર્વ્યાપાર ભિક્ષુને સિંસારમાં] કશું પ્રિય નથી કે કશું અપ્રિય પણ નથી. ગૃહત્યાગી, સર્વ રીતે મુક્ત અને [‘હું એકલો છું, મારું કોઈ નથી' એવી,] એકત્વની ભાવના ભાવતા ભિક્ષુને, ખરેખર, વિપુલ કલ્યાણ પ્રાપ્ત થાય છે.” ૧૭-૧૮. (સત્તરમી ગાથા ૧૧મી બરોબર) (દેવેન્દ્રઃ) “કિલ્લો, દરવાજાઓ, કોઠા, ખાઈ અને શતક્નીઓ (સેંકડોને મારનારાં યંત્રો) કરાવીને પછી તે ક્ષત્રિય ! જજો.'' ૨૦-૨૨. (નમિરાજા :) “તપ અને સંવરરૂપી ભોગળ(આગળા)વાળું, ક્ષમારૂપી સુંદર કિલ્લાવાળું અને ત્રણ (મન, વચન, કાયાની) ગુપ્તિ(સંયમ)રૂપી કોઠા, ખાઈ અને શતક્ની) વડે દુર્જય બનેલું શ્રદ્ધારૂપી નગર રચીને પરાક્રમને ધનુષ્ય અને ‘ઇર્યા'(વિવેકયુક્ત ગમન)ને પણછ બનાવીને, ધૃતિ (ધર્ય)ને મૂઠ બનાવીને સત્ય સાથે એિ ધનુષ્યને – એની પણછને ?] બાંધવું. તારૂપી બાણ વડે [શત્રુના] કર્મરૂપી બશ્વરને ભેદીને સંગ્રામના છેડે પહોંચેલો મુનિ સંસારથી મુક્ત થાય છે.” ૨૪. (દેવેન્દ્રઃ) “પ્રાસાદો (મહેલો), “વર્ધમાનગૃહો' (ઉત્તમ પ્રકારનાં ભવનો) અને ‘બાલાઝપોતિકા'ઓ (સરોવર વચ્ચેના મહેલો કે આકાશી મહેલો) કરાવીને પછી, હે ક્ષત્રિય ! જજો.” ૨૬. (રાજર્ષિ ) “જે રસ્તામાં ઘર બનાવે છે તે ખરેખર સંશય કરે છે. જ્યાં જવું હોય ત્યાં જ પોતાનું કાયમી ધિર) બનાવવું.” ૨૮. (દેવેન્દ્રઃ) “ધાડપાડુઓ, લૂંટારા, દૂધનની પોટલું ભેદનારા (ગઠિયા) અને ચોરો – તિ બધાથી નગરની સલામતી સાધીને પછી, હે ક્ષત્રિય ! જજો.” ૩૦. (રાજર્ષિ) “ઘણી વાર મનુષ્યો દ્વારા મિથ્યા દંડ (ખોટી સજા) કરાય છે. એમાં [અપરાધ] ન કરનારા બંધાય છે અને કરનારાઓ છૂટી જાય છે.” ૩૨. (દેવેન્દ્ર :) “જે કોઈ રાજાઓ તમને નમતા ન હોય તેમને વશ કરીને પછી, હે ક્ષત્રિય ! જજો.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374