Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 373
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ૫૬-૫૮. “અહો ! તમે ક્રોધને જીત્યો છે ! અહો ! માનનો પરાજય કર્યો છે ! અહો ! તમે માયાને દૂર કરી છે ! અહો ! લોભને વશ કર્યો છે ! અહો ! તમારું આર્જવ (સરલપણું) સુંદર છે ! અહો ! માર્દવ (મનનું કોમળપણું) સુંદર છે ! અહો ! તમારી ક્ષમાવૃત્તિ ઉત્તમ છે, [ને વળી] અહો ! મુક્તિ (મુક્તદશા) [પણ] ઉત્તમ છે ! હે ભદંત, તમે આ લોકમાં ઉત્તમ છો, [અને] પછી પણ ઉત્તમ થશો. [કર્મ]રજ વિનાના તમે લોકમાં ઉત્તમ એવા સ્થાનરૂપ સિદ્ધિને પામી રહ્યા છો.'' ૩૫૬ ૫૯. ૬૦. ૬૧. ૬૨. એ પ્રમાણે ઉત્તમ શ્રદ્ધાથી રાજર્ષિની સ્તુતિ કરતા તથા તેમની પ્રદક્ષિણા કરતા ઇન્દ્ર તેમને ફરી-ફરી વંદવા લાગ્યા. પછી ચક્ર અને અંકુશથી અંકિત થયેલાં મુનિવરનાં ચરણોમાં વંદન કરીને, ચંચલ લલિત કુંડલ અને મુકુટ ધારણ કરનાર [ઇન્દ્ર] આકાશમાં ઊડ્યા. સાક્ષાત્ શક્ર (ઇન્દ્ર) વડે પ્રેરાયેલા નમિ પોતાની જાતને (કાયાને) નમાવે છે, અને [એ] વિદેહરાજ ઘરનો ત્યાગ કરીને શ્રમણપણામાં સ્થિર થાય છે. બોધિ પામેલા અને પંડિત (આત્મજ્ઞ) એવા મહાવિચક્ષણો આમ કરે છે; એ નમિ રાજર્ષિની જેમ તેઓ ભોગો બાબતે પાછાં પગલાં ભરે છે. આમ મારું કહેવાનું છે. Jain Education International [][][] For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 371 372 373 374