Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 372
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા - ૩૫૫ ૩૪-૩૬ . (રાજર્ષિ :) “કોઈ દસ લાખયોદ્ધાઓને દુર્જય સંગ્રામમાં જીતે અને બીજી બાજુએ માત્ર પોતાની જાતને જીતે, તો આ [બીજો] જય ઉત્તમ છે. પોતાની જાતની સાથે જ યુદ્ધ કર; બહારના શત્રુ સાથે લડીને શું કામ છે? જાતે જ પોતાની જાત ઉપર વિજય મેળવનાર સુખેથી વૃદ્ધિ પામે છે. આત્માને જીતતાં, પાંચ ઇન્દ્રિયો, ક્રોધ, માન, માયા અને વળી લોભ, ઉપરાંત પોતાની દુર્જય જાત (દુર્જય અહંકાર) – [] બધું જિતાઈ ગયું [સમજો]. ૩૮. (દેવેન્દ્ર :) “મોટા યજ્ઞો કરીને, શ્રમણ-બ્રાહ્મણોને જમાડીને - [આમ] દાન કરી, ભોગો માણીને અને યજન કરીને પછી, હે ક્ષત્રિય ! જજો .” | (રાજર્ષિ :) “દર મહિને કોઈ દશ-દશ લાખ ગાયોનું દાન કરે, તેના કરતાં પણ કશું નહિ આપનારનો [માત્ર]. સંયમ શ્રેયસ્કર (કલ્યાણકારી) છે.” ૪૨. (દેવેન્દ્ર ) “કઠિન ગૃહસ્થાશ્રમ છોડીને તમે બીજા આશ્રમની (સંન્યાસની) ઇચ્છા કરો છો; હે નરપતિ ! અહીં (ગૃહસ્થાશ્રમમાં) જ પૌષધ(ઉપાશ્રયવાસના વ્રત)માં રત થાવ.” (રાજર્ષિ :) “કોઈ મૂર્ખ માસે-માસે માત્ર કુશના અગ્ર ભાગ જેટલું ભોજન કરે, તે વ્રિત] પણ સાક્ષાત્ ધર્મ(ચરિત્રપાલન)ના સોળમા અંશના મૂલ્ય]ને પાત્ર થતું નથી.” ૪૬. (દેવેન્દ્ર ) “ચાંદી (દિvi), સોનું, મણિ-મુક્તા, કાંસું (કાંસાનાં પાત્રો), ઉત્તમ વસ્ત્રો અને વાહનો – [એ સ્વરૂપે] કોશને (રાજ્યના ખજાનાને) વિપુલ બનાવીને પછી, હે ક્ષત્રિય ! જજો.” ૪૮-૪૯. (રાજર્ષિ :) “સોના-રૂપાના પર્વતો હોય – ભલે ને કૈલાસ જેવડા અને અગણિત હોય, તો પણ લોભી પુરુષને તે કાંઈ જ નથી. ઇચ્છા તો આકાશની જેમ અનંત છે. ચોખા, જવ, સુવર્ણ અને પશુઓ સહિત પૃથ્વી એક મનુષ્યને સંતોષવા માટે પૂરતી નથી એમ સમજીને તપ આચરવું.” ૫૧. (દેવેન્દ્ર :) “નવાઈ છે કે અભુત (કે અભ્યદયરૂપ) ભોગોને ત્યજો છે અને જે નથી એવા કામભોગોને ઇચ્છો છે. [ખોટા સંકલ્પને કારણે બેહાલ બનો છો.” ૫૩-૫૪. (રાજર્ષિ :) “કામભોગો શલ્ય છે, કામભોગો વિષ છે, કામભોગો ઝેરી સાપ સમાન છે. કામભોગોને ઝંખતા જીવો કામભોગ પામ્યા વિના જ દુર્ગતિ પામે છે. ક્રોધથી જીવ નીચે પડે છે, માનથી અધમ ગતિ થાય છે, માયા સદ્ગતિમાં વિઘ્નરૂપ છે અને લોભથી બન્ને રીતે (આ લોકમાં અને પરલોકમાં) ભય છે.” ૫૫. પછી બ્રાહ્મણનું રૂપ છોડી દઈને અને પોતાનું) ઇન્દ્ર(દેવેન્દ્ર)રૂપ નિપજાવીને [ઇન્દ્ર] આ પ્રમાણે મધુર વચનોથી સ્તુતિ કરતાં [રાજર્ષિને વંદવા લાગ્યા : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374