Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 370
________________ પરિશિષ્ટ ઉત્તરથM – અધ્યયન નવમું નમિપ્રવજ્યા (“નમિ-રાજાનો ગૃહત્યાગ') ૧. ૩. દેવલોકમાંથી ઊતરી આવીને મનુષ્યલોકમાં ઉત્પન્ન થયેલા નિમિરાજા] મોહનીય કર્મ શાન્ત થવાથી પૂર્વજન્મને સંભારવા લાગ્યા. પૂર્વજન્મનું સ્મરણ કરીને તે ભગવાન્ નમિરાજા ઉત્તમ ધર્મને વિશે સ્વયંસંબુદ્ધ થયા, અને પુત્રને રાજય ઉપર સ્થાપીને તેમણે અભિનિષ્ક્રમણ કર્યું – દીક્ષા લીધી. શ્રેષ્ઠ અન્તઃપુરમાં રહીને, દેવલોક સમાન ઉત્તમ ભોગો ભોગવીને બુદ્ધ (ઉત્તમ-બોધયુક્ત) બનેલા નમિરાજા ભોગોનો ત્યાગ કરે છે. નગરો અને જનપદો સહિત મિથિલા નગરી, સેના, અંતઃપુર અને સર્વ પરિજનોનો ત્યાગ કરીને એ ભગવાને અભિનિષ્ક્રમણ કર્યું અને એકાન્તમાં જઈને વાસ કર્યો. રાજર્ષિ નમિએ પ્રવ્રયા લઈને અભિનિષ્ક્રમણ કર્યું ત્યારે મિથિલામાં કોલાહલ થઈ રહ્યો. ઉત્તમ પ્રવ્રયાસ્થાનમાં રહેલા રાજર્ષિને બ્રાહ્મણવેષધારી ઇન્દ્ર આ વચન કહ્યું : “હે આર્ય ! આજે મિથિલા શા કારણે કોલાહલથી ભરેલી છે, અને પ્રાસાદોમાં તથા ગૃહોમાં દારુણ શબ્દો શાથી સંભળાય છે ?” એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે ૫. ૮. ૯-૧૦. “મિથિલામાં શીતળ છાયાવાળું, મનોહર, પત્ર-પુષ્પ-ફળથી યુક્ત તથા બહુજનોને સદાકાળ બહુગુણ કરનારું ચૈત્યવૃક્ષ છે. હે ભાઈ ! એ મનોહર ચૈત્યવૃક્ષ વાયુ વડે હરાઈ જતું હોવાથી દુઃખી, અશરણ, આર્ત આ પક્ષીઓ આક્રન્દ કરી રહ્યાં છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374