Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 362
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૪૫ શમ અને વ્યાયામની વાત પણ રાષ્ટ્રીય દૈવનો નમ્ર સ્વીકાર કરાવીને મનુષ્યને શમના અવલંબન દ્વારા શુભદિન માટેની પ્રતીક્ષા કરવાનું ખમીર અને નિત્યસ્વાધ્યાયનું ધૈર્ય આપે છે, અને કર્મની અનુકૂળતા ઊભી થતાં નિરહંકારપણે પ્રખર કર્મ કરવાનું કૌવત પણ આપે છે. આજના ધ્વસ્ત ભારત વચ્ચે ગાંધીના ‘હિંદ-સ્વરાજય' એ ગ્રંથમણિમાંથી સાચી દષ્ટિ અને પ્રેરણા મેળવીને, ખેતરના બડભાગી અળસિયાની જેમ, લોકશક્તિ જગાડવાનો વ્યાયામ અચૂક કરવો ઘટે. ઇન્દ્રિયજયની વાત અનૌપચારિક એવા ઘનિષ્ઠ લોકશિક્ષણ દ્વારા જ સ્વયં પરમસંયમી એવા લોકગુરુઓ દ્વારા રાષ્ટ્રભરમાં પ્રસરાવી જોઈએ. મનુષ્યને અનર્થકારી અર્થ પાછળની જ આંધળી દોડ અને હોડમાં ધકેલતી આજની શિક્ષણપ્રણાલીને ત્યજીને સર્વાગી ચારિત્ર્ય ઘડતી સંસ્કારદાયી “કેળવણી'નું વિકેન્દ્રિત પ્રસરણ થાય તે માટેની અનુકૂળતા સ્વયં પ્રજાએ પોતાના અભિક્રમથી ઊભી કરવી જોઈએ; શાસનની આ બાબતમાં થતી દખલને નિપુણતાથી અને મક્કમતાથી વારવી જોઈએ. રાજનીતિ એ પ્રજામાંથી નીતિનો જ છેદ કેમ ઉડાડી શકે ? ઇન્દ્રિયજયનો અમલ લોકનેતાઓ, શિક્ષકો, સુસ્થિત ઉચ્ચવણ દ્વારા આરંભાઈને જ લોકને સંયમી થવા બાબતે હામ અને હૂંફ બંને આપી શકે. જેમ રાજા પોતાની બધી બાહ્ય સુસ્થિતિ સંપૂર્ણપણે ગુમાવીને પણ પોતાનાં પ્રાણ અને સત્ત્વને ટકાવીને સારા દિવસ માટે શાંત પુરુષાર્થ કરી શકે છે, તેમ નેતાઓએ, ગાંધીજીએ સૂચવેલું તેમ, સત્તાસ્થાનોથી દૂર રહીને લોકસેવક બની રહીને, આજના વિકૃત “રાજ શાસન(!)ને સ્થાને સર્વને સાબદા રાખનારું ગ્રામાભિમુખ લોકશાસન સ્થાપવા માટેનો માર્ગ ક્રમશઃ મોકળો કરવો ઘટે, જેમ શ્રી અરવિંદે સ્વતંત્રતાને પગલે ભારતમાં ફૂટી નીકળનારા અનર્થોની આગાહી કરેલી, તેમ ચોક્કસ કાળબિંદુએ થનારા એના શમનની પણ આગાહી કરેલી એ પણ પ્રશ્ન કરનારે ભૂલવું ન જોઈએ. એ આગાહીમાંથી હૂંફ મેળવી સન્માર્ગને નિઃસંશયપણે જાણનાર સર્વ રાષ્ટ્રપ્રેમીઓએ નિષ્કામ કર્મયોગ આચરવો જ રહ્યો. ઇન્દ્રિયસંયમની દૂરંદેશી વાતમાંથી જ, પ્રજા, નેતાઓ, પ્રધાનો વગેરેએ ભારતના ભાગ્યવિધાન માટે શું કરવું તે બધું ફલિત થઈ શકે એમ છે. ‘ત્યજીને ભોગવ' એ અમર સંદેશ ન ભૂલવો; ભલે ભારતના કલ્યાણની ખેપ ખૂબ લાંબી હોય. કૌટિલ્ય માટે સામ્યવાદના અસ્તિત્વની વાત કરવાની કોઈ પ્રસ્તુતતા હતી નહિ. આજનો સામ્યવાદ તો ધનિકોની અસૂયા પર નભીને સરવાળે નેતાઓના નિજી ધનયોગના ઉધામામાં (!) જ પરિણમીને આજે પ્રાયઃ નાશ પામ્યો છે. બંગાળની સામ્યવાદી સરકારનું નંદીગ્રામની પ્રજા પ્રત્યેનું વિદ્રોહી વર્તન ફાટી પડેલા સામ્યવાદના છેવટના વિનાશનો જ ઢંઢેરો પીટે છે. અહીં એટલું ઉમેરીએ કે ગૌતમ મુનિના ‘ન્યાયસૂત્ર' ગ્રંથ પર ટીકા રચનાર વાત્સ્યાયને આઠ પ્રાવાદુકો(ઘોરવાદ રજૂ કરનારાઓ)ના અધર્મિષ્ઠ મતો ટૂંકમાં વર્ણવ્યા છે : કોઈ પાપ-પુણ્યનો અસ્વીકાર કરે છે, કોઈ પુરુષાર્થનો અસ્વીકાર કરે છે, કોઈ પુનર્જન્મનો અસ્વીકાર કરે છે વગેરે. ભારતવર્ષમાં ઘોર મતો પ્રત્યે વિદ્યાવર્તુળોમાં તેમ જ આમપ્રજામાં પણ સમજણભરી અખૂટ સહિષ્ણુતા પ્રવર્તતી હતી. કોઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374