Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 364
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૪૭ ને અમે બે એકબીજાનો દ્વેષ કરીએ”) કૌટિલ્ય “શમવ્યાયfમ પ્રકરણમાં શમ દ્વારા આ ઉપેક્ષાની જ વાત કરી છે. મોટા ભાગની કટોકટી ચેતનાની, આત્મવિશ્વાસની, કે વ્યાપક વિશ્વાસશક્તિની કટોકટી જ હોય છે; બાહ્ય વસ્તુસ્થિતિની નહિ. ઈશ્વરતત્ત્વ “ભયસ્થાનોમાંના ભયતત્ત્વરૂપ, ભયોત્પાદક ચીજોમાં સૌથી વધુ ભયોત્પાદક ચીજરૂપ, તેમ છતાં પ્રાણીઓની ગતિ(શરણ)રૂપ અને પાવનકારીઓમાં સૌથી વધુ પાવનકારી”(પયાનાં અર્થ માં પીપળાનાં તિ: પ્રળિનાં પાવન પાવનાના)રૂપે વર્ણવામાં આવ્યાનું આપણે જોયું છે. એનું બરોબર ધ્યાન ધરી મંગલને પામીએ. પાંચમો છેલ્લો પ્રશ્ન છે : “ચીન સાથેના યુદ્ધમાં અને કારગિલ યુદ્ધમાં આપણી શાંતિ અને અહિંસાની નીતિની નિષ્ફળતા જોતાં તેવા પ્રસંગે કૌટિલ્ય કેવી યુદ્ધનીતિ સૂચવે છે ?” પ્રશ્ન ઘણો સરસ અને પ્રસ્તુત છે. પ્રશ્નમાંની ચિંતા વાસ્તવિક છે. ચીન સાથેના યુદ્ધમાં જવાહરલાલના શાંતિ અને અહિંસા અંગેના અવ્યવહારુ, તરંગી (ભાવુક) ખ્યાલોએ, ગાંધીની અહિંસા સમજવામાં તેમણે ખાધેલી થાપે અને તેની સાથે પોષાયેલા રાજકીય પ્રમાદે ભાગ ભજવ્યો હતો. આઝાદી વખતની કાશ્મીર-કટોકટી વખતે ગાંધીજીએ અને ચીન સાથેની એ (૧૯૬૨ની) કટોકટી વખતે વિનોબાજીએ પોતાની અહિંસાની સંકુલ સમજણને અનુસરીને પરંપરાગત યુદ્ધ પૂરા સામર્થ્યથી ખેલવાનો અનુરોધ કરેલો તે ખાસ ધ્યાનપાત્ર બાબત છે. કોઈ સમસ્યા એકાએક આવી પડે ત્યારે સંશયોમાં ન આળોટતાં સૂઝતો ઉપાય નિઃશંકપણે આચરવો એ અટળ નીતિ છે – “સંશયમાં રહેનારો નાશ પામે છે” (સંશયાત્મ વિનશ્યતિ). કારગિલ યુદ્ધ પૂર્વે પણ આવી ઢીલી નીતિ અને પ્રમાદ જ પોષાયેલાં. અહિંસાને નામે પ્રમાદ તો ન જ પોષાય. દાદા ધર્માધિકારી “કર્મને મૂલવવાનો માપદંડ તે વીરત્વ છે, હિંસા-અહિંસા નહિ” એમ બેધડક કહેતા; વીરત્વ ખરું, પણ ક્રૂરત નહિ. કૌટિલ્ય શાંતિપ્રેમી છે, પણ શાંતિવાદી (ગમે તે ઉપાયે યુદ્ધ ટાળવાનો અનુરોધ કરનાર – pacifist; લૌકિક ભાષામાં ફgબા') નહિ. ચાર ઉપાયોની અજમાયશ સામ, દાન, ભેદ, દંડ (યુદ્ધ) એ ક્રમે કરવાની છે એ સાચું; પણ યુદ્ધનો અન્ય વિકલ્પ ન દેખાતો હોય ત્યાં પૂરી સજ્જતા સાથે યુદ્ધ ખેલી લેવું તે ધર્મરૂપ છે. હિંસા કરતાં પણ સંશય, પ્રમાદ અને ઉપાય યોજવાની આળસ એ વધુ ઘેરું પાપ છે. અલબત્ત, અહિંસાનો સ્થિર સંસ્કાર યુદ્ધમાં અકારણ હિંસાથી તો દૂર જ રાખે છે. આજે જિનીવા કરાર (convention) પણ આંતરરાષ્ટ્રીય રીતે યુદ્ધમાં નિષિદ્ધ આચરણો પર મનાઈ ફરમાવે છે. અદબ જાળવીને (વિતવર થઈને) યુદ્ધ ખેલવાનું હોય. આપણું સૌનું વિદ્યાતેજ આપણને સામુદાયિક જીવનનું અપૂર્વ સામર્થ્ય આપો અને વિશ્વને એક માળો બનાવવાનું સ્વપ્ન આપણી ભાવનાઓને અને કર્મશક્તિને નિત્ય પ્રેરો. કૌટિલ્ય જયારે પૂરા હૃદયબળ સાથે દર્શનવિઘા(સાવલી)ને રાજપુરુષોએ અવશ્ય જાણવાસમજવા જેવી (‘સર્વ વિદ્યાઓના પ્રદીપરૂપ') વિદ્યા તરીકે પુરસ્કારી છે, અર્થશાસ્ત્રને (અર્થાતુ સર્વ કક્ષાનાં રાજનૈતિક કે રાષ્ટ્રીય આચરણમાત્રને) ઇન્દ્રિયસંયમરૂપ બતાવ્યું છે, અને વળી, માત્ર જીવનમાં જ નહિ, રાજનીતિમાં ય વ્યાયામ (પ્રખર કમ) સાથે શમ(સમત્વભર્યા પ્રતીક્ષાયોગ)ને પણ અનિવાર્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374