Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 363
________________ ૩૪૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પણ પૂર્વપક્ષ પ્રત્યે કે સંપ્રદાય પ્રત્યે દ્વેષરહિત આદર અને અધ્યયનનો અભિગમ સરવાળે પ્રજાની શાંત તેજસ્વિતાને અને નિરુપદ્રવી વિજયિતાને વધારતો રહ્યો છે. અહીં વિનોબાની એક મહત્ત્વની વાત નોંધવી જોઈએ. ભગવદ્ગીતાના વિવેચન નિમિત્તે તેઓ એ વાત ઘૂંટતા કે એ ગ્રંથનો સાર છે સામ્યયોગ. વળી એમ કહેતા કે સામ્યવાદની નહિ, પણ સામ્યયોગની સ્થાપના ઇચ્છનીય છે. અર્થશાસ્ત્રનો સમગ્ર ધ્વનિ પણ એ જ છે. મેં આ ત્રીજા વ્યાખ્યાનમાં, સામાદિ ચાર ઉપાયો ઉપરાંત કામંદકીય નીતિસર વગેરે ગ્રંથોમાં જે પાંચમાં ૩પેક્ષા ઉપાયની વાત કરી છે, તે ઉપાયની વાત અનુમોદન સાથે પ્રસ્તુત કરી હતી. તેના સંદર્ભે સુંદર ચોથો પ્રશ્ન આમ છે : “ “ઉપેક્ષાને એક રાજનૈતિક ઉપાય તરીકે પ્રસ્તુત કરવાનું ઉચિત છે કે કેમ?” પ્રશ્નમાં એમ પણ પુછાયું છે કે જયારે સામાદિ ચાર ઉપાયો આજે નિષ્ફળ બની રહ્યાં છે, ત્યારે ઉપાય તરીકે ઉપેક્ષા તો વધુ હાનિકારક નીવડે; તો રાજ્ય કે દેશની ચેતનાની સમગ્ર કટોકટી વખતે કૌટિલ્યમાંથી કોઈ વિશેષ પ્રકાશ મળે છે કે કેમ એ મુખ્ય પ્રશ્નભાગ છે. હકીકતે, અહીં આગલો જ પ્રશ્ન રૂપાંતર કરાયેલો જોવા મળે છે. છેલ્લા પ્રશ્નનો મુખ્ય ભાગ પહેલાં લઈએ. કૌટિલ્ય આ ગ્રંથ મુખ્યત્વે રાજનીતિ વિષે લખ્યો છે. તેથી તેમાં રાજનૈતિક કટોકટીનો વિચાર અનેક રૂપે જોવા મળે છે. પણ રાષ્ટ્રીય સાંસ્કૃતિક-આધ્યાત્મિક કટોકટીની વાત સીધેસીધી અહીં પ્રસ્તુત નથી. પણ એટલું ખરું કે રાજનૈતિક કટોકટીને પણ આગલા પ્રશ્નના ઉત્તરમાં વર્ણવ્યા મુજબની વિશુદ્ધ રીતે ઉકેલવામાં આવે, તો અવશ્ય સાંસ્કૃતિક-આધ્યાત્મિક કટોકટી ઉકેલવાનો માર્ગ પણ શુદ્ધ થતો જ રહે છે. આદર્શવાદની હવાઈ વાતોના આપણા તરંગી શોખમાં કૌટિલ્ય આ ગ્રંથમાં આર્થિક, રાજનૈતિક વગેરે કક્ષાની શુદ્ધિના વ્યવહારુ ઉપાયોની જે વાત કરી છે, તેના સમૃદ્ધ સાંસ્કૃતિક-આધ્યાત્મિક સંકેતો સમજવામાં કલ્પનાદારિદ્ય ન દાખવીએ, એકાગ્ર બુદ્ધિયોગને ન અવગણીએ. સામાદિ ચાર ઉપાય આજે નિષ્ફળ બન્યાની માન્યતા પણ અજ્ઞાન અને પ્રયોગાભાવ કે અનુભૂતિ માટેનો પાયો રચવાના પ્રામાણિક પ્રયત્નનો અભાવ સૂચવે છે; ધેર્યાભાવ પણ. વળી ‘ઉપેક્ષાને જ્યારે એક ચોક્કસ સામર્થ્ય ધરાવતા ઉપાય તરીકે કોઈ પ્રાચીન જવાબદાર પ્રયોગશીલ પરંપરાએ રજૂ કર્યો હોય, ત્યારે પ્રથમ તો તેના ખરા સ્વરૂપની સમજ પ્રાપ્ત કરવી જરૂરી છે. આ સમજ આપવાનું કામ અગાઉ સામાદિ ઉપાયોની ચર્ચા સાથે કરવામાં આવ્યું જ છે. તે મુજબ ‘ઉપેક્ષા’ એનાં શબ્દઘટકોનો આધારે તો “નજીકથી જોવું', ‘તપાસવું' એવો ભાવાત્મક અર્થ ધરાવે છે; “અવગણના’ કે ‘બેદરકારી' અર્થ નહિ. આ ઉપાય કોઈ પણ આંતર-બાહ્ય રાજકીય કટોકટી વખતે તે સમસ્યાના તટસ્થ, વિશ્લેષણાત્મક અધ્યયન પર ભાર મૂકીને જીવનમાં સર્વત્ર તેજસ્વી બુદ્ધિયોગની (વરેષ્ય : વેવસ્થ – સવિતાદેવે દીધેલા શ્રેષ્ઠ તેજની) આવશ્યકતા ચીંધે છે. જ્ઞાનયોગ વગરનું કર્મ મોટે ભાગે ખોટી દિશામાં શક્તિના ગાંડા વેડફાટરૂપ બની જતું જોવા મળે છે. એ અટકાવવા જરૂર છે “ઉપેક્ષા'ની. એનો મૂળ અર્થ અધ્યયન હોવા ઉપરાંત એમાં પ્રતીક્ષા (રાહ જોવાનો વિધિવે પણ સમાવેશ પામે છે. આ માટે જ આપણે પ્રાર્થનામાં આ વાક્યો પણ બોલીએ છીએ : “તેસ્વ નાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ” (“અમારા બંનેનું અધ્યયન તેજસ્વી થાઓ; રખે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374