Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 361
________________ ૩૪૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અંતઃકરણના સામર્થ્ય જોયેલાં અને સહસ્રાબ્દીઓથી દાખવેલાં સંયમનો અર્થાત્ નૈતિક કાઠાનો અને સમસ્ત સંસારથી ઉપર ઊઠી શકે તેવી ઝળહળતી દર્શનશક્તિ(વળ્યું મf:)નો પ્રબળ પડઘો પડે છે. પોતાની વાત બરોબર પાકી કરવા પૂર્વાચાર્ય ભારદ્વાજનો વિપરીત મત થોડા વિસ્તારથી રજૂ કરીને એનો ટૂંકો પણ સમર્થ ઉત્તર, આપણે ઉપર જોયું તેમ, ગ્રંથકારે રજૂ કર્યો છે. આને મળતી જ ભવ્ય વાત ભારતના સ્વાતંત્ર્ય-ટાણે, સ્વાતંત્ર્ય બાદ માત્ર સાડા પાંચ મહિને, પોતાની હત્યાના દિવસે જ, ગાંધીજી એક મહત્ત્વના ખરડા રૂપે લખતા ગયા; તે વાત છે કોંગ્રેસે સત્તાના મોહમાં ન ફસાતાં, પોતાનું રૂપાંતર ‘લોકસેવક-સંઘ' રૂપે કરવાની. સૂક્ષ્મ રીતે જોઈએ તો ગાંધીજીની આ વાત માત્ર ભોળી-ભલી (naive) નૈતિકતાની કક્ષાની નહિ, પણ જગતુના ભલભલા બૌદ્ધિકોનાં ય માન મુકાવે તેવી વિચક્ષણ છે; સ્વ-પર સૌનું – સમસ્ત રાષ્ટ્રનું – છિદ્રરહિત લૌકિક અને આધ્યાત્મિક કલ્યાણ અચૂક સાધી શકે તેવી અધ્યાત્મ રસાયેલી મુત્સદ્દીગીરીની છે. સંજોગવશાત્ ગાંધીની પારદર્શી સાફ વાત તેમના સ્વાતંત્ર્ય-સંગ્રામના સાથી એવા નેતાઓએ, પોતાની પ્રતિભાના ટૂંકા પનાને લીધે – ગાંધીના અંતરતમને કે પ્રતિભા-રહસ્યને ન સમજયાને કારણે – ઝીલી નહિ, અને સત્તાની ટૂંક-નજરી વરવી લાલચમાં ખેંચાઈ ગયા – એની સોડમાં ગાંધીથી સંતાઈ ગયા ! સત્તા ખાતર ગાંધીની પીઠમાં ખંજર ભોંકીને, તેમને અજાણ રાખવાની ચોક્સાઈ સાથે ભારતના ભાગલાની પણ ટૂંક-નજરિયા સ્વીકૃતિ કરીને માત્ર સત્તા મળ્યાથી “ફાવી ગયા” એવા ભ્રમમાં રાચીને, દેશના સ્વાતંત્ર્યને એના અપૂર્વ મહિમાથી, એની ગાંધી-દેખી ખરેખરી સાર્થકતાથી વંચિત કરતા ગયા. કૌટિલ્યને રાજાની સત્તા અકબંધ રાખવાનું અભિપ્રેત હતું, ગાંધીજીને યુગબળે લોકની સત્તા અકબંધ રાખવાનું. આજે વિવેકભ્રષ્ટ ભારત એનું વાસ્તવિક સ્વાતંત્ર્ય પહેલાંથી હજારગણી ગુલામીમાં પલટાવા દઈને ભૂંડી રીતે ભાંગતું જાય છે. રાષ્ટ્ર નિષ્ફળ ગયું, ગાંધી નહિ. “તેથી ત્યજીને ભોગવ. કોઈના ય ધનની લાલચ રાખીશ મા” એ ઉપનિષ-ચીંધી વાત જ ગાંધીએ તો નવભારતના શ્રેય અર્થે બતાવી હતી; હજી આજે પણ ઊભી છે. કૌટિલ્યની અને ગાંધીની સમાન વાત એ છે કે સત્તા ભોગવવા કરતાં સત્તાને તટસ્થપણે, આત્મબળથી સર્વકલ્યાણકારી અંકુશમાં રાખીને મુક્ત ગગનની મસ્તી માણવી. ભલભલા ભૂપ ભૂ પીતા થયા છે, માટે “રાજા'ને રમાડી પણ જાણો ને જરૂર પડ્યે પદાવી પણ જાણો ! લોકસંગે ખૂબ રાચતા શ્રીકૃષ્ણનો પણ એ જ માર્ગ હતો. ઉપર કૌટિલ્ય કહેલી અન્ય જે ચાર વાતો મૂકી છે, એ પણ સ્વાતંત્ર્યોત્તર દુર્દશા વચ્ચે સાચા રાષ્ટ્રભક્તોના સત્ત્વને ટકાવી રાખે તેવી છે. દર્શનવિઘાને “પરાવિદ્યા' કે લૌકિક “અવિઘાઓ' વચ્ચેની અસલ વિદ્યા તરીકે ઓળખાવવામાં આવી છે. એ અનિત્યો વચ્ચેના અવિનાશી નિત્યતત્ત્વનું દર્શન કરાવે છે. લૌકિક નિષ્ફળતાઓ વચ્ચે પણ વ્યક્તતા-અવ્યક્તતાની રમત રમતું એ નિત્ય પરમ તત્ત્વ જ લોકગુરુઓના સત્ત્વને, વૈર્યને ટકાવી, ભાંગેલા રાષ્ટ્રનો, વિશાળ પ્રજાસમૂહરૂપ ‘વિરાટ’નો નવજીવન સાથે યોગ પુનઃ પુનઃ કરાવે છે. ગાંધીએ અધકચરા સ્વાતંત્ર્યના પગલે જાગેલા કોમી વિષ વચ્ચે નોઆખલીમાં એકલવીર તરીકે અપાર કષ્ટ વેઠીને પણ જે અપૂર્વ લોક-સાત્ત્વન, વિદ્વેષ-શમન કર્યું તે દર્શન કે અધ્યાત્મને આત્મસાત્ કર્યાનું જ ફળ છે. - પાર્ગ હતો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374