Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 360
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા उ४३ નિયમન પણ રાષ્ટ્રના આ પાયા દ્વારા જ શક્ય છે. (૪) એક સ્થળે આ ગ્રંથમાં એમ પણ કહેવાયું છે કે રાજા પોતાના પરિવાર સહિતનું સર્વસ્વ ગુમાવે તો પણ તે પોતાનાં પ્રાણ અને સત્ત(આત્મબળ)ને બચાવીને પુનઃ ઐશ્વર્ય પામી શકે છે. કાલિદાસે કહ્યું છે : “ભવિતવ્યો (થવા સર્જાયેલી ઘટનાઓ)નાં દ્વાર સર્વત્ર હોય છે.” વળી કહેવાયું છે : “જેવી જેની ભાવના, તેવી તેની સિદ્ધિ.” ભગવદ્ગીતાએ એટલે સુધી સાચા સાધક બાબત કહ્યું છે કે “સારાં વાનાં પ્રવર્તે અને ખરાબ વાનાં નિવર્સે તેમ પણ તે ઝંખતો નથી.” આવી નિરાગ્રહિતા જ આત્મબળની નિશાની છે. આટલી સામગ્રીને આધારે પ્રશ્નનો ઉત્તર તારવીએ. ભારતના સ્વાતંત્ર્યના પગલે શ્રી અરવિંદ કરેલી આગાહીમાં ત્રણ બાબતો બતાવાઈ છે : ગુંડાગીરી અર્થાત્ દુષ્ટોનું વ્યાપક પ્રચલન, અરાજકતા અર્થાત્ દુષ્ટો પરના અને રાષ્ટ્રદ્રોહીઓ (“કંટકો') પરના નિયમનતંત્રનો અભાવ અને બૉલ્શવિઝમ એટલે કે અરાજકતાના વિરોધ અર્થ એ જ અરાજકતાનો અનૈતિક ઉપયોગ કરીને (!) અવિચારી ગુપ્ત હિંસા (ભાંગફોડ) દ્વારા સરવાળે સત્તાલક્ષી એવી “ક્રાન્તિનો નાટ્યાત્મક આડંબર, જે લાંબે ગાળે દેખા દેતા સ્વતોવિરોધથી સંપૂર્ણ વિફળતાને, શૂન્ય ફળને પામે છે. હકીકતે આ ત્રણે ય વસ્તુઓની આગાહી સાચી પડ્યાની પ્રતીતિ છેલ્લા દશકામાં તો – સ્વાતંત્ર્યના છ દશકા વીત્યા પછી પણ – પાકે પાયે થઈ રહી છે. ગુંડાગીરી એટલી હદે કે વિધાનસભાના સભ્યો, સાંસદો, રાજ્ય ને કેન્દ્રના સ્તરના મંત્રીઓ અને અસંખ્ય ઉચ્ચાધિકારીઓ તેમના ગુન્હાહિત ઇતિહાસ છતાં પદ પામ્યા છે અને સત્તા દ્વારા પણ ગુંડાગીરી આચરી રહ્યા છે અને/અથવા પોષી રહ્યા છે. ઉદારીકરણ અને વૈશ્વિકીકરણને ભારતમાં ૧૯૯૧ની સાલથી મનમોહનસિંઘ દ્વારા અવિચારીપણે લીલી ઝંડી મળતાં, સરકારી હોદા, પગારો અને અગણિત આનુષંગિક સુખસગવડોનો ભોગવટો બિનધાસ્ત ચાલુ રાખીને પણ નિયમનો વગરનું “શાસન' (!!) પ્રવર્તાવાઈ રહ્યું છે – જેમાં વધુ ને વધુ પ્રમાણમાં કહેવાતા લોકશાસન'ના નિમ્નતમ પ્રજાવગથી આરંભી હવે તો ઉપલાં-ઉપલાં પ્રજાથરોનો પણ દાળોવાટો કરાઈ, પર્યાવરણ જીવોને જીવાડવાનું પણ બંધ કરી દે તેટલી હદે ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓને – મહદ્અંશે પરદેશી બહુરાષ્ટ્રીય સર્વશોષક ઉદ્યોગ મંડળીઓને – માટે લાલ જાજમ અને લીલાલહેરનું આયોજન કરાઈ રહ્યું છે. આ તો અરાજકતા નહિ, પણ સરકારી મારધાડ જ થઈ. એનો નાદર નમૂનો છે સામ્યવાદી બંગાળી સરકારે સર્જેલો નંદીગ્રામકાંડ. તળાવને તાળાં મરાય એવા ગુજરાતમાં ‘વાયબ્રન્ટ'ના ઉપાડાને હજી બોલકો ઉચ્ચ મધ્યમવર્ગ, સરકારી રોટલાના ટુકડાની લ્હાયમાં પડકારતો નથી. બૉલ્શવિઝમ વધુ ને વધુ રાજયોમાં ફેલાતા જતા નકસલવાદ દ્વારા અને અમેરિકા-બ્રિટન વગેરે દ્વારા થયેલા અતિરેકોના પડઘારૂપે જ નવા-નવા આકારે આયોજન અને બિનધાસ્ત અમલ પામતા જતા આતંકવાદ દ્વારા માથું ઊંચકી રહ્યું છે. આ સ્થિતિમાં આગળ ચીંધેલી કૌટિલ્યોક્ત વાતોમાંથી કેવું ને કેટલું માર્ગદર્શન મળી શકે તે વિચારીએ. કૌટિલ્ય રાજાની હયાતીની અચાનક ઊભી થયેલી કે થઈ રહેલી કટોકટી વખતે, રાજા પછી બીજા ક્રમે રાષ્ટ્રના સર્વે-સવ એવા મહા-અમાત્ય સત્તામોહ બાબત અચૂક જાળવવાના સંયમની વાત જે રીતે ઘૂંટી-ઘૂંટીને કરી છે, તેમાં જગતુ-ઇતિહાસમાં કદાચ કેવળ ભારતવર્ષે વિશુદ્ધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374