Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 359
________________ ૩૪૨ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ઉક્ત અધ્યાયના ઉત્તરાર્ધમાં રાજા અપુત્ર હોય પણ જો તેને પુત્રી હોય તો તેનાથી થયેલા પુત્રને ગાદી આપવી કે રાજાની કોઈ પણ રાણી ગર્ભવતી હોય તો તેનાથી થનાર પુત્રની રાહમાં મંત્રીએ શાસન કરવું વગેરે વિગતો પણ વ્યવહારુ ચીવટથી આપી છે તે છોડીએ. મુખ્ય વાત છે શ્રી અરવિંદે તેમના ગીતા-નિબંધો'માં ચીંધેલા નિરહંકાર વ્યક્તિત્વ' (impersonal personality)ની. મુખ્ય મહા-અમાત્ય પણ આવી પ્રતિભામાં સ્થિર થઈને એક સાંકળની નમ્ર-નાનકડી કડી બનીને કૃતાર્થ (કર્તવ્યમાંથી પરવારેલા) થવાનું છે. મહત્ત્વાકાંક્ષા કે કોઈ પણ બાબતનો લોભ સરવાળે મનુષ્યને ખાઈ જાય છે. પ્રશ્નકર્ણીની તાલાવેલીભરી જિજ્ઞાસાને સંતોષવામાં પૂરી અનુકૂળતા થાય તે માટે અગાઉ ઘૂંટીઘૂંટીને કહેલી “અર્થશાસ્ત્રમાંની કેટલીક બીજી વાતો પણ યાદ કરી લઈએ : (૧) રાજા કે રાજપુરુષ, કૌટિલ્યમત મુજબ અવશ્ય જાણવી જોઈએ તેવી વિદ્યાઓ પૈકી ત્રણ તો પ્રજાના લૌકિક જીવનમાં ઉપયોગી બનવા માટે ખપની છે, પરંતુ કૌટિલ્યના વૈચારિક ક્ષિતિજ મુજબ તેમાં “આન્વીક્ષિકી' એટલે કે દર્શનવિદ્યા પણ આત્મસાત્ કરવી આવશ્યક છે. એ મનુષ્યની બુદ્ધિને સર્વગામી અને વિશાળ કરીને, જીવનની ઉચ્ચારી સ્થિતિમાં ચિત્તની સમતુલા જાળવીને, વિચાર, વાણી, કર્મ એ ત્રણેયમાં પારગામી નિપુણતા આણે છે. વળી વ્યવહારુ વિઘાઓનાં તારણોને લોકોત્તર (બિન-સાંસારિક) રીતે મૂલવવાનું અપૂર્વ સામર્થ્ય આપે છે. (૨) એ દર્શનવિઘામાંથી જ ફલિત થતી એક પાયાની જીવનમીમાંસા અધ્યાય ક્ર. ૬. રના પ્રારંભમાં મળે છે, જેમાં સરવાળે દૈવ અને પુરુષાર્થ એ બંને જીવનઘટકરૂપ અનિવાર્ય પરિબળો હોવાની અને એ બંનેના ક્ષેત્રભેદની વાત કરી છે. વળી દૈવના અન્વયે શમ (બુદ્ધિના સમત્વ સહિતની ચેતનાની શાન્તતા અને સાક્ષિભાવ) ધારણ કરવાનો છે અને પુરુષાર્થ-ક્ષેત્રના અન્વયે વ્યાયામ (બુદ્ધિ, મન સહિતની વાણી અને કાયાનો કર્મયોગ) અંગીકારવાનો છે. આ બંને મળીને વેદમાં ચૂંટાયેલો ધીરત્વનો આદર્શ જ મૂર્ત થાય છે; અથવા ભગવદ્ગીતાનો “નિમિત્તમાત્ર' બની રહેવાનો આદેશ. (૩) કોઈ પણ વિદ્યા આત્મસાત્ કરવા માટેની અનિવાર્ય શરત તરીકે ઇન્દ્રિયજયની પ્રસ્થાપના. આના સ્વરૂપ વગેરેની ચર્ચા બીજા વ્યાખ્યાનમાં કરેલી છે. વિશેષ મહિમામય વાત એ છે કે આ આખા શાસ્ત્રને (અર્થાત્ અર્થશાસ્ત્રને – તેની કેળવણીને) તેમણે ઇન્દ્રિયજયરૂપ ઘોષિત કર્યું છે. નાના-મોટા દરેક ક્ષેત્રે રાજનીતિનું, રાજકાજનું અને રાષ્ટ્રપષક કર્મોનું સફળ પ્રવર્તન ઇન્દ્રિયજયથી એટલે કે આત્મસંયમ કે નૈતિક જાગૃતિથી જ થઈ શકે તેવો આનો અર્થ થાય. આના અનુસંધાનમાં જ કૌટિલ્ય સર્વવ્યાપી અને ઘનિષ્ઠ એવા લોકાશ્રિત ગુપ્તચરતંત્રની સ્થાયી રચના અને તેની નિત્યની વ્યાપક સક્રિયતાનું નિરૂપણ આખા ગ્રંથમાં તે-તે પ્રસંગે કે સ્થાને કરેલું છે. તેઓ એ પણ બરોબર જાણે છે કે ઘનિષ્ઠપણે સંયમ કે ઇન્દ્રિયજય અપનાવી જાણનાર ઉચ્ચ અધિકારીઓનો સુવિશાળ સમૂહ જ તેનું કાર્યક્ષમ પાલન કરાવી શકે છે. તેથી જ તેમણે ગ્રંથનું પ્રથમ અધિકરણ (fવનધરિમ્) ઉચ્ચ અધિકારીઓની ચારિત્રિક સજ્જતા બાબતે આકાર્યું છે. હકીકતે, પછીનાં ત્રણ અધિકરણો પણ અર્થક્ષેત્રે, સામાજિક સંબંધોના ક્ષેત્રે, વ્યાવસાયિક ક્ષેત્રે અને રાષ્ટ્રના જાહેરજીવનના ક્ષેત્રે નૈતિકતાની જયોત જલતી રાખવા માટે આયોજાયાં છે. જર્મન તત્ત્વજ્ઞ નિત્યેનું એક વચન છે “પારગામી દર્શનશક્તિ (vision) વિનાનું રાષ્ટ્ર નાશ પામે છે.” આમાં સીધો મહિમા દર્શનશક્તિનો કરાયા છતાં તેમાં દર્શનશક્તિના પાયા તરીકે પ્રજાનું અને નેતાઓનું ઉચ્ચ નૈતિક કાઠું પણ સમાવિષ્ટ ગણવું ઘટે. સરહદ-પારના શત્રુનું પાકું અને કરકસરભર્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374