Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 357
________________ ૩૪) કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ રહે છે. અગાઉ આ બધી ચર્ચા કરેલી છે. સ્ત્રીવર્ગ, દાસવર્ગ, કૃષકવર્ગ, નિમ્નતમ પ્રજાજૂથો, અપંગોને પણ સામાજિક-આર્થિક ન્યાય થતો ન રોકાય તે માટેની અનેક જોગવાઈઓ ગ્રંથનાં બીજાત્રીજા અધિકરણમાં તો સવિશેષ રૂપે છે. ત્રીજો પ્રશ્ન : આમાં ભારતના સ્વાતંત્ર્યની આગાહી કરનાર શ્રી અરવિંદ સ્વાતંત્ર્યોત્તર જે શક્ય પરિસ્થિતિ – ગુંડારાજ, અરાજકતા અને બૉલ્શવિઝમ (હિંસક ક્રાંતિ) – અંગે ચિંતા વ્યક્ત કરી હતી, તેવી પરિસ્થિતિ અંગે કૌટિલ્યના કોઈ પ્રતિભાવો અને ઉપાયનિર્દેશ હોય તો તે બાબતે જિજ્ઞાસા વ્યક્ત કરાઈ છે. તેવી પરિસ્થિતિમાં રાજા, પ્રધાન, સમાજમાન્ય વ્યક્તિઓ અને સામાન્ય પ્રજા માટે કોઈ સલાહસૂચનો છે કે કેમ એ અંગેની જિજ્ઞાસા પણ બતાવી છે. વળી તે વખતે સામ્યવાદને મળતો કોઈ વાદ હતો કે કેમ તેવી પૃચ્છા પણ છે. - આ પ્રશ્નના મુખ્ય પ્રથમ અંશનો ઉત્તર ‘અર્થશાસ્ત્ર'ના જુદા-જુદા અંશોમાંથી ઠીક-ઠીક સંતોષ સાથે મળી શકે એમ છે. બીજા અંશનો પાંખો ઉત્તર મળે એમ છે. ત્રીજો અંશ પ્રાચીન ભારતના સામાજિકરાજકીય પ્રવાહોનું સામાન્ય જ્ઞાન ધરાવતા સંસ્કૃતજ્ઞ દ્વારા પુછાવામાં કોઈ ઔચિત્ય નથી. પોતે જાણેલી બાબતના અનુસંધાનમાં તેના કોઈ વિશેષ પાસા વિષે પૂછવામાં જ સાર્થકતા છે. ઉત્તરદાતાએ પ્રશ્નકારને સામો પ્રશ્ન પૂછવો પડે એ સ્થિતિ ટાળીએ. હવે આપણે ઉપર કહ્યા મુજબ શક્ય ઉત્તરો વિચારીએ. મુખ્ય પ્રશ્ન છે ભારતમાં કોઠે પડી ગયેલા દીર્ઘકાલીન પરદેશી શાસનના સમાપન બાદ પ્રવર્તનારા પ્રજાસત્તાક સ્વદેશી શાસનના સંક્રમણ-અવસર-નિમિત્તે રાષ્ટ્રમાં સંભવતઃ ભડકી ઊઠનાર ગુંડારાજ, અરાજકતા અને બૉલ્શવિઝમ (હિંસક ક્રાંતિ) બાબતની મહર્ષિ અરવિંદની ભવિષ્યવાણીના સંદર્ભે શક્ય ઉપાય અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્ર'માંથી મળતા કોઈ માર્ગદર્શન અંગેનો. આધુનિક ભારતના ઐતિહાસિક સ્વાતંત્ર્ય-સંગ્રામનો સંદર્ભ અને કૌટિલ્યના સમયમાં પ્રવર્તતી રાજાશાહીનો સંદર્ભ – બંનેમાં બાહ્ય ફેર તો ઉઘાડો છે. બંને કાળની પ્રજાકીય ચેતનામાં પણ ઘણો ગુણાત્મક ભેદ છે. તેમ છતાં સદીઓ સુધી માનવસ્વભાવમાં કોઈ નાટ્યાત્મક પરિવર્તન, આ પરંપરાનિર્દિષ્ટ કળિયુગમાં તો જોવા મળતું નથી તેમ જરૂર કહી શકાય. અરાજકતા' શબ્દ મૂળમાં તો રાજાશાહી સાથે સંલગ્ન શબ્દ છે – રાષ્ટ્રમાં રાજા ન હોવાની સ્થિતિ તે “અરાજકતા'. રાજાશાહી આજે અપ્રસ્તુત બની રહી છે તે આધારે ભલે આપણે રાજાશાહીને વગોવીએ. પણ વિશેષતઃ ભારતભૂમિમાં પ્રવર્તેલા પ્રાચીનકાલીન ઉત્તમ સમાજશાસ્ત્રના ગુણિયલ, સંસ્કૃતિસંવર્ધક અંગરૂપે દીર્ઘકાળ સુધી રાજશાસન-પદ્ધતિએ માનવ-ઇતિહાસમાં સદા-સ્મરણીય ને અનુકરણીય કર્તવ્ય-બજવણી કરેલી છે તે વાત તો ભારતના ઉત્તમ પ્રાચીન લલિત સાહિત્ય પરથી તેમ જ ખુદ પ્રાચીન રાજનીતિશાસ્ત્ર પરથી પણ નિર્વિવાદપણે ફલિત થાય છે. મહાભારત'ના ‘શાન્તિપર્વમાં આવેલા “રાજધર્મપર્વ' તરીકે પ્રસિદ્ધ પેટાપર્વમાં વિશેષતઃ અડસઠમા અધ્યાયમાં રાષ્ટ્ર કે સમાજમાં રાજા ન હોય તો શાશા પારિવારિક, સામાજિક, રાષ્ટ્રીય અનર્થો પ્રવર્તી શકે તેનું ખૂબ રસપ્રદ અને ગંભીર અધ્યયનને યોગ્ય કલ્પનાચિત્ર આપ્યું છે. “રામાયણ'માં પણ રામ-વનવાસ-ટાણે ભરતે કેવળ કર્તવ્યપૂર્તિ અર્થે જ અયોધ્યાને બદલે નંદીગ્રામમાં ત્યાગીનું જીવન જીવતાં રાજશાસન સંભાળ્યાની વાત છે; ત્યાં પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374