Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 355
________________ ૩૩૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ સામાજિક ઉત્સવો ગૂંથાઈને ભરપૂર આનંદ રેલાવતા. બહારના નટ-નર્તકોના વ્યાપારો પર પણ પ્રજામાં બેદિલી કે કુસંસ્કાર ન ફેલાવાય તે દષ્ટિએ નિયમન કરવાની ચોખ્ખી વાત પણ “જનપદસ્થાપના પ્રકરણમાં ગૂંથી છે તે આપણે અગાઉ જોયું જ છે. ઉપર જોયું તેમ સમાહર્તા દ્વારા પ્રવર્તાવાતાં પારિવારિક સર્વેક્ષણો દ્વારા પરોક્ષ રીતે પ્રજા બેકારી કે ભૂખમરાથી ન પિડાય તેની જ કાળજી લેવાનું અભિપ્રેત હતું. ‘ઉત્તમ વ્યવસાય ખેતી’ એ ધિંગા સૂત્રને બરોબર સાકાર કરતું રાષ્ટ્રીય અર્થતંત્ર જ કોઈ પણ આર્થિકસાંસ્કૃતિક આક્રમણને અશક્ય બનાવે છે. (આદરણીય સંસ્કૃતિપ્રેમી સુવિદ્વાન્ શ્રી રસિકભાઈ પરીખે લખેલું અને અમદાવાદમાં નટમંડળ દ્વારા સફળ રીતે રંગભૂમિ પર અનેક વાર રજૂ થયેલું મેના ગુર્જરી, નાટક આ વાતને અત્યંત મનોહર રીતે રજૂ કરે છે. ટી.વી.ના આક્રમણને ખાળવા એને પુનઃ સજીવન કરવાની જરૂર છે.) સાત રાજયાંગોમાં જનપદને રાજા અને મંત્રીમંડળ પછી તરત સ્થાન આપીને પણ કૌટિલ્ય ગ્રામીણ સમાજની ગાંધી-વિનોબાચીંધી મનોહર વિભાવનાને જ વિધિસર પુરસ્કારી છે. પછી પરદેશી આર્થિક-સાંસ્કૃતિક આક્રમણની શક્યતા જ ક્યાં રહી ? જનપદમાં ગામોના સંગમાં ગોચરો, વનો, ખાણો, કર્માન્તો (ઉદ્યોગવિસ્તારો) પણ પોતપોતાનું અર્થવિધાયક અને જીવનવિધાયક સ્થાન પામે છે એ પણ ન ભુલાય. વળી જેને “પૂછિદ્ર' (નબળી ભૂમિ) કહે છે તેવી બિનઉપજાઉ કે વેરાન ગણાતી ભૂમિને પણ ઉપજાઉ કે ઉપયોગી બનાવવા માટે રાજયતંત્ર પણ સક્રિય રહે છે ને તે અંગેના પ્રજાના કોઠાસૂઝભર્યા અભિક્રમોને પણ વધાવવામાં આવે છે, ત્યાં આજની વરવી રીતનું સ્વદેશી વિદેશી ઉદ્યોગમંડળીઓનું આર્થિક આક્રમણ પ્રસ્તુત જ ક્યાં રહ્યું? આજનાં પરિવહનનાં તેમ જ સંદેશાવ્યવહારનાં સાધનોનો અતિરેક આમ-આદમીને પુષ્ટ કરીને સંસ્કૃતિનું સંવર્ધન કરે છે કે આમ-આદમીને વરવામાં વરવી રીતે ખદેડીને સંસ્કૃતિ-સંકર અને સરવાળે સર્વવિનાશ કરે છે તે જોઈ-સમજી લેવાની ઘડી આવી પહોંચી છે. છેવટે એક વાત ઉમેરીએ કે સાંસ્કૃતિક આક્રમણ કરનાર છેવટે તો તેવા પ્રત્યાક્રમણને પણ નોતરીને સર્વવિનાશનો જ કારસો રચે છે. બીજા પ્રશ્નકાર છે વિદ્યા-ભગિની ડૉ. પારુલ માંકડ : “શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર'ના કાર્યવાહક વિદ્વત્રણ પૈકીનાં સન્નિષ્ઠ અધ્યેત્રી. તેમણે પણ ચોક્કસ રુચિ અને દૃષ્ટિ સાથે પાંચ પ્રશ્નો લિખિત રૂપમાં આપ્યા હતા. તેના પણ મર્મસ્પર્શી ઉત્તરો આપવાની કોશિશ અત્રે પ્રસ્તુત છે. પ્રથમ પ્રશ્ન આમ છે : “ભારવિ અને માઘ એ બંનેનાં સંસ્કૃત મહાકાવ્યોમાંની રાજનૈતિક ચર્ચા પર “મહાભારત' સિવાય “અર્થશાસ્ત્ર'નો પણ પ્રભાવ છે કે કેમ ?” પ્રાથમિક અભ્યાસ પરથી પણ સહજ તારણ એવું નીકળે છે કે “મહાભારતના “શાંતિપર્વમાંના પેટા-પર્વ “રાજધર્મપર્વમાં ઘનિષ્ઠપણે રાજયનાં વિવિધ અંગોનાં કર્તવ્યોની જે ચર્ચા છે, તે ઘણા પાછલા સમયમાં ઉમેરાયેલી સામગ્રી પૈકીની હોવા સંભવ છે. “મહાભારત' આકર-ગ્રંથ બની રહેતાં જુદાં-જુદાં સમયે તેમાં ઉમેરણો થતાં રહ્યાની વાત વ્યાપકપણે સ્વીકારાયેલી છે. કૌટિલ્યના “અર્થશાસ્ત્રની સામગ્રીની બહોળી અસર “રાજધર્મપર્વની સામગ્રી પર જણાય છે. વળી એ પણ ધ્યાનમાં રહે કે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યના કાલિદાસ સહિતના અનેક કવિવરોએ કૌટિલીય “અર્થશાસ્ત્ર'નું આદરભર્યું અધ્યયન કર્યાનાં ચોક્કસ પ્રમાણો એમની તે-તે કૃતિઓમાં મળી આવે છે. એ સ્થિતિમાં ભારવિ અને માઘ પર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374