Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 354
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા 33७ પારિવારિક કે ગ્રામના સ્તરે કોઠાસૂઝ-આધારિત વ્યાવસાયિક, સામાજિક કે પારિવારિક જીવન માટેનું શિક્ષણ પેઢી-દર-પેઢી પોતાની નૈસર્ગિક ધિંગી પ્રતિભા મુજબ આપતાં હશે. સંભવતઃ ઉપલા ત્રણ કિંજ-વર્ગો માટે ગ્રામસભા દ્વારા પ્રાથમિક શાળાઓ પણ ઊભી કરાતી હોઈ શકે અને આગળનું ઉચ્ચ શિક્ષણ તપોવનોમાંના આશ્રમો દ્વારા થતું હશે. એકંદરે આવી કંઈક નરવી સ્વાયત્ત વ્યવસ્થા હશે. આજે વેપારથી પણ બદતર એવી લૂંટ કે ગુંડાગીરી સ્તરની જામેલી શિક્ષણ સંસ્થાઓની વરવામાં વરવી ઇજારાશાહી જોઈ કોને માનવસંસ્કૃતિનું ભાવિ ભયાનક જોખમોથી ઘેરાયેલું નહિ લાગે ? વિદ્યાગ્રહણનાં સોપાનો અંગે અગાઉ બીજા વ્યાખ્યાનમાં વિગતે ચર્ચા કરેલી છે. તે અંગે ચાર સ્થળોએ લાઘવથી જે મહત્ત્વની વાતો કહેવાઈ છે, તેમાં મુખ્ય વાત છે આત્મસંયમ (ઈન્દ્રિયજય) એ વિદ્યાગ્રહણનો આવશ્યક પાયો હોવાની વાત. આજના કહેવાતા શિક્ષણમાં વ્યાપકપણે જોવા મળતો આ સત્યાશ્રિત વૈજ્ઞાનિક પાયાનો અભાવ જ નહિ, પણ ચાહીને કરાયેલો ઉચ્છેદ સરવાળે તો બુદ્ધિનાશમાં, સંસ્કૃતિવિનાશમાં, આત્મવિનાશમાં જ પરિણમી રહ્યો છે. એમાંથી બચવા કૌટિલ્ય રજૂ કરેલી આ વૈજ્ઞાનિક વાત શિક્ષણના પાયા તરીકે પ્રસ્થાપવા સમજદારોએ કમર કસવી જ રહી. શ્રી લક્ષ્મશભાઈનો પાંચમો પ્રશ્ન પણ સર્વ સંસ્કૃતિપ્રેમીઓના હૃદયનો પડઘો પાડે છે : “વિદેશી સાંસ્કૃતિક-આર્થિક નિગૂઢ આક્રમણોને રોકવાના ઉપાય “અર્થશાસ્ત્રમાં છે?” પાયાની વાત એ કે તે જમાનામાં સંદેશાનાં અને પરિવહનનાં આજના જેવાં અને જેટલાં સાધનો શોધાયાં નહોતાં, તેથી સ્થાનિક આર્થિક-સાંસ્કૃતિક જીવન પર આવાં નિગૂઢ આક્રમણો માટે બહોળી અનુકૂળતા નહોતી, તેમ જ તેને પોષનારી સંસ્થાનવાદી વૃત્તિને પણ અવકાશ નહોતો. વળી એક રાષ્ટ્રમાં પણ વિવિધ પ્રજાજૂથોની જીવનશૈલીનું આગવાપણું સહજપણે જળવાતું. તેથી તો કૌટિલ્ય દીવાની કે સમાજલક્ષી કાયદાઓના ત્રીજા અધિકરણના પ્રથમ અધ્યાયમાં ન્યાયસ્થાપના માટે લાગુ પાડવાના ચાર માપદંડો પૈકી ત્રીજા ક્રમે ચરિત્ર' એટલે કે સ્થાનિક રિવાજ કે સ્થાનિક જીવનશૈલીનો સમાવેશ પણ કર્યો છે, અને તેની પ્રસ્તુતતા ધર્મ' (શુદ્ધ સત્યની દૃષ્ટિએ ફલિત થતો કાયદો) અને વ્યવહાર (સામાજિક સંબંધ અને આપ-લેમાંથી ફલિત થયેલી રૂઢિ) કરતાં વધારે બતાવી છે. પ્રજાઓનો વિદેશો સાથેનો સંબંધ મુખ્યત્વે વેપાર-નિમિત્તે હતો, અને એ સંબંધ પર આર્થિક પાસા પરત્વે રાષ્ટ્રના “પપ્પાધ્યક્ષ (પુરવઠા-અધ્યક્ષ)નું અને એકંદરે ખુદ રાજાનું નિયમન રહેતું – પ્રજા પર અનુગ્રહ (ઉપકાર) થાય તેવું નિયમન. સ્વાયત્ત પુરુષાર્થમાં રત પ્રજાજીવનની કેવી પ્રતિષ્ઠા કરાતી હતી તે તો ગનપનિવેશ: (અધ્યાય ક્ર.૨.૧) ધ્યાનથી વાંચતાં સમજાય છે. ખેતી અને તેના પેટામાં કે પુરવણીરૂપે પશુપાલન અને ગ્રામોદ્યોગ એ જનપદના ઘટકરૂપ ગામની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હતી, અને સંસ્કૃતિ પણ એના આધારે જ ખીલતી હતી. એકેએક પરિવારની આર્થિક-સામાજિક-ધાર્મિક સ્થિતિનું હેતુલક્ષી સર્વેક્ષણ રાષ્ટ્રવ્યાપી મહિમાયુક્ત સત્તા ધરાવતા “સમાહર્તા દ્વારા પોતાના સહાયક કર્મચારીગણની મદદથી થતું અને સરકારી ચોપડે પાકે પાયે નોંધાતું. ગામમાં સભાસ્થળ કે બગીચા પણ ન રાખવાની ભલામણ એટલે કરાતી કે ગામો નિરંતરનાં પરિશ્રમ અને પુરુષાર્થનાં જ ધામ હતા; તેમાં મોટા ઉપાડાની, પ્રજાજીવનમાં ન સદે તેવી બહારથી લદાતી, કહેવાતી સાંસ્કૃતિક' કે મનોરંજનની સામગ્રી અપ્રસ્તુત ગણાતી. પ્રજાના વ્યાવસાયિક જીવનમાં જ ધાર્મિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374