________________
૩૩૬
કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
દર્શાવે છે?” આની વિસ્તૃત ચર્ચા આ ત્રીજા વ્યાખ્યાનમાંના ત્રીજા અર્થતંત્ર' અંગેના મુદ્દામાં અલગ પેટાશીર્ષક મૂકીને કરી જ છે. અહીં એનો માત્ર ટૂંકો નિર્દેશ કરીએ. પ્રશ્નનો ઉત્તર “હા”માં છે. ઉત્પાદન સ્થાનોમાં કર્મચારીઓ દ્વારા ચોરાયેલી ચીજો પાછી મેળવવાના ઉપાયો અંગેના અધ્યાય ક્ર. ૨.૮માં મુખ્યત્વે ઉત્પાદન-સ્થળે માલ ચોરવાના, ઓળવવાના ચાલીસ પ્રકારો બતાવ્યા છે અને તે સામેના ઉપાયો પણ બતાવ્યા છે. “ટકશોધન' એવા માર્મિક શીર્ષકવાળા ચોથા અધિકરણમાં વેપારીઓ, કારીગરો, ગોરખધંધાઓ દ્વારા ગેરકાયદેસર છૂપી કમાણી કરનારાઓ, સરકારી અધિકારીઓ, ખુદ ન્યાયાધીશો (આજની જેમ !) – એ બધાના ભ્રષ્ટાચારપ્રકારો અને તે રોકવાના ઉપાયો બતાવ્યા છે. અત્યંત વ્યાપક ગુપ્તચરતંત્રનું સૌથી મહત્ત્વનું કામ આ છે : જાતજાતનાં છટકાં ગોઠવી મંત્રી-આદિ ઉચ્ચ પદધારીઓનું વિવિધલક્ષી પરીક્ષણ વિવિધ ૩qધા (છટકા) દ્વારા તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન સમયે-સમયે કરાય છે. આર્થિક પ્રવૃત્તિઓના બધા સરકારી અધ્યક્ષો સ્વવિભાગીય ગતિવિધિઓની પૂરી તપાસ રાખીને રાષ્ટ્રને પડનારો આર્થિક ફટકો અટકાવે છે. તે રીતે વેપારી રાજમાર્ગો (વખHથ) પરના શુલ્કની ચોરી વિવિધ નિપુણ રીતો દ્વારા અટકાવવાની, દંડવાની જોગવાઈઓ વર્ણવાઈ છે. કૌટિલ્યની મજેદાર તુલના જુઓ : “પાણીમાંથી માછલી પાણી ન પીએ એ જેમ અશક્ય છે, તેમ સરકારી કર્મચારી, નિાણા કે માલનો વહીવટ પોતાના હાથ પર હોય ત્યારે,] ખાયકી ન કરે તે અસંભવ છે !૫૪'' ઇન્દ્રિયજયનો અધ્યાય ક્ર. ૧.૬ ગ્રંથના આરંભ-ભાગે મૂકીને તથા એમાં “આ આખું શાસ્ત્ર (અર્થશાસ્ત્ર) એટલે ઇન્દ્રિયજય” એમ કહીને તેઓ ભ્રષ્ટાચાર નાથવાનું સમાજમનોવિજ્ઞાન-આધારિત પાયાનું સાંસ્કૃતિક સાધન પણ ઉત્તમ રીતે ચીંધે છે. ભગવદ્ગીતા આમાંનું સરળ સમાજ-મનોવિજ્ઞાન આમ ચીંધે છે : “જે-જે આચરણ શ્રેષ્ઠ વ્યક્તિ કરે છે, તે જ સામાન્ય જન કરે છે. અલબત્ત, આ પાયાના ઉપાય સાથે જ રાજયતંત્રને ભ્રષ્ટાચાર રોકવા તે-તે સંસ્થાઓ, નિયમનો, અધિકારી-જાળ ઇત્યાદિ સ્થાપવું ને પાકે પાયે નિભાવવું તો જરૂરી છે જ. તો બીજી બાજુએ પેલા પાયાના ઉપાયને સારી પેઠે મજબૂત બનાવવા ગ્રંથનું ‘વિયાધારિમ્' એવા ધ્યાનાકર્ષક નામવાળું પ્રથમ અધિકરણ આકાર્યું છે. તેમાં રાજાના વિનયગ્રહણ સંબંધી વિસ્તત સામગ્રી ઉપરાંત મંત્રી, અમાત્ય, પુરોહિત, દૂત, ગુપ્તચર જેવા ખૂબ મોકાના કાર્યકરોની આંતર-બાહ્ય લાયકાતોની ચર્ચા ખૂબ કાળજીથી ગૂંથાઈ છે.
સૌને ગમી જાય તેવો ચોથો પ્રશ્ન કૌટિલ્યની દૃષ્ટિ મુજબના શિક્ષણક્ષેત્રના આદર્શને લગતો છે. પ્રાચીન-ભારતીય સંસ્કૃતિને માન આપીને શિક્ષણવિધિ પરત્વે રાજયના અભિક્રમ અને અંકુશ ઇષ્ટ મનાયા નથી; પરંતુ વિશેષતઃ આશ્રમાદિનું બંધનમુક્ત ભૌતિક પરિપોષણ રાજયહસ્તક ખરું – આ વાત ખાસ ધ્યાનપાત્ર છે. વિવિધ આર્થિક-સામાજિક-વહીવટી આગવા અધ્યક્ષોની ચર્ચા કરતાં બીજા વિસ્તૃતતમ અધિકરણમાં કોઈ શિક્ષણાધ્યક્ષનો ઉલ્લેખ સુધ્ધાં નથી ! પ્રજાજીવન અને તેમની ભાતીગળ સ્વયંભૂ પ્રવૃત્તિઓને અત્યંત ઈષ્ટ લેખીને તેની પ્રત્યે આદર અને આમન્યા જાળવતા રાજયતંત્ર દ્વારા ઋષિઓ, બ્રાહ્મણવર્ગ અને તે-તે તળ પ્રજાજૂથો દ્વારા નિજ-નિજ જીવનદષ્ટિ અને વિશિષ્ટ જિજીવિષા મુજબ શિક્ષણવિધિ વિકેન્દ્રિત રૂપે ગોઠવાય તે જ જીવંત, સ્વાધીન સમાજનું લક્ષણ મનાયું હશે. એક રીતે “શાળામુક્ત સમાજ' (ઇટલીના મનીષી ઇવાન ઇલિચે પ્રબોધેલ Deschooling Society)ની નજીકની આ મુક્ત સમાજસ્થિતિ ગણાય. તળ પ્રજાજૂથો તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org