Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 351
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ભલામણો ઠેર-ઠેર કરી હોય, પણ એ પાછળનું ખરું કારણ આ છે : તેઓ અંતરતમથી વિવિધ શાસ્ત્રપરંપરાઓમાં ઠરેલપણે ૨જૂ થયેલા આદર્શોના જાણકાર અને અનુમોદક (ટેકેદાર) પણ હોવા સાથે, તત્તત્કાલીન માનવ-સ્વભાવની અને તજન્ય રૂઢિઓની વાસ્તવિકતાઓની, નિઃસંશયપણે કરેલી સાચી પરખને કારણે, કાળદેવતાની તે-તે કાળની આજ્ઞા પારખીને જ્ઞાત આદર્શોના ઉપલક અમલ પર અવ્યવહારુપણે તરત ઊતરી જવાને બદલે ભવિષ્યના યોગ્ય બિંદુએ એ માટેની ચોક્કસ તક ઊભી થઈ આવે તે માટેની બારી ખુલ્લી રાખીને, પ્રાપ્ત થયેલી પરિસ્થિતિમાં જે ન કરવું તે પણ અપરાધરૂપ હોય તે અવશ્ય કરવાની હિંમત, કલ્પનાશક્તિ અને ધીરજ બતાવે છે, અને તે વખતે છીછરા આદર્શવાદીઓના મહેણાની ચિંતા કરતા નથી. બાકી એમના પ્રબુદ્ધ રાજકારણમાં તે-તે આદર્શના અમલ માટેનાં દ્વાર નિઃશંકપણે ખુલ્લાં રખાયાં હોય છે તે આપણે વારંવાર જોયું છે. અહીં ગીતા-પ્રોક્ત સ્થિતપ્રજ્ઞ-લક્ષણમાંનું આ વચન સંભારીએ : “આવો મનુષ્ય તે-તે શુભ કે અશુભ બાબત સામે આવી પડે ત્યારે (અનુક્રમે) ન તો રાજી થઈ જાય છે કે ન તો અણગમો અનુભવે છે.૧૩” સત્યની સંકુલતા સમજીને મનુષ્ય નિરાગ્રહીપણે, નિર્મોહીપણે તટસ્થ ઇન્દ્રિય, મન, બુદ્ધિ સમક્ષ ઊપસતા નિર્ભેળ સત્ય પ્રત્યે સમર્પિતભાવ દાખવવાનો છે, નિર્વિકાર બનીને તેને હૃદયબળથી સ્વીકૃતિ આપવાની છે અને તેની અંતિમ વાસ્તવિક નિયતિ પણ શાન્ત પ્રતિભાબળથી શોધવાની છે. : ૩૩૪ કૌટિલ્યે માનવજાતિ અને તેની સંસ્કૃતિના તેમ જ ભાવિના સ્થિર-પ્રેમી શાણા મનુષ્ય તરીકે આ ગ્રંથમાં પોતાના અનુભવના ગળણામાંથી ગાળીને વિવિધ સિદ્ધાંતો અને વ્યવહારવિધિઓ ખૂબ વિનીતપણે, શ્રોતા-અધ્યેતાની સ્વતંત્ર પ્રજ્ઞા પ્રત્યેના ભરપૂર આદરથી, રાજનીતિના વારસાને સ્વપ્રતિભાથી વિકસાવવાની ગુપ્ત ભલામણ સાથે રજૂ કર્યા છે. અધ્યેતાએ તો મુખ્યત્વે પોતાની પ્રતીતિઓના તાળા મેળવવા માટે આ સામગ્રીનો રચનાત્મક મનભર ઉપયોગ કરી છૂટવાનું છે, દેશકાળ વગેરે ચલ-પરિબળોના ભેદ પ્રત્યે વફાદાર રહીને આ સિદ્ધાંતોનું સમુચિત રૂપાંતર કરવાનું છે. (૧૦) શ્રોતાઓના પ્રશ્નો જ્ઞાનના મહાભંડારની ચાવી છે પરિપ્રશ્નો – કકડીને લાગેલી ભૂખ જેવી તાલાવેલીથી ભરેલા પ્રશ્નો. વસમા યુગબળે એકંદરે માણસની, વિશાળ માનવજૂથોની સ્થિતિ હરાયા (અપહરણ પામેલા) ઢોર જેવી અતિવિહ્વળ કરી દીધી હોઈ આવા પરિપ્રશ્નો થંભી ગયા છે, અંદર ને અંદર સુકાઈ ગયા છે; નિસ્બત કે જિજ્ઞાસા કેવળ સ્થૂળ ધનની બાકી રહી છે. કેળવણીનું સ્થાન માણસને માર-ઠોક કરીને પૈસા કમાવાની આત્મઘાતક હોડમાં ધકેલવાની મુકાદમગીરીએ લઈ લીધું છે. આ દૃષ્ટિએ, આ મુદ્દે માત્ર દાણો ચાંપવા, આ વ્યાખ્યાનમાળાના નિમંત્રણપત્રમાં શ્રોતા પાસેથી વ્યાખ્યાન-વિષયસંબંધી આગોતરા પ્રશ્ન મોકલવા વિનંતી કરાઈ હતી. પરંતુ, આગોતરા સ્વરૂપે કોઈ પ્રશ્નો મળ્યા ન હતા; પણ વ્યાખ્યાન દરમિયાન સંસ્કૃત વિદ્યાસમાજના બે જાગૃત વિદ્યાવ્યાસંગી મિત્રોએ – સ્ત્રી-પુરુષની સમતુલા જળવાય તેમ – પોતાને ઊઠતા આ વિષયને લગતા પ્રશ્નોની યાદી આપી હતી. સમયાભાવને લીધે એના ઉત્તર વ્યાખ્યાનાંતે આપી શકાયા નહોતા, પણ લેખનના આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374