Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 350
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા તરફની ઊંડી આંતરિક વફાદારી વિનાનો, પૂર્ણ અહંકારમુક્તિ સાથે, હૃદયમાં કે અંતઃકરણમાં વિલસતા ઈશ્વર કે પરમતત્ત્વ પ્રત્યેની પરિપૂર્ણ ઉપાસના વિનાનો કોઈ દુન્યવી આડંબર નથી’ એવી કૌટિલ્યની સમજણ, ગ્રંથનો ખૂણેખૂણો તપાસી લેનારા જાગૃત અભ્યાસીને ગ્રંથનાં અનેક મર્માળાં સ્થાનોમાં ભરી-ભરી રીતે અનુભવવા મળે એમ છે. એવાં બે સૌથી મહત્ત્વનાં સ્થાનો છે એમણે ‘આન્વીક્ષિકી’ (દર્શનવિદ્યા) માટે માર્મિક હેતુકથન સાથે કરેલા સહૃદય અનુરોધનું સ્થાન (અધ્યાય ક્ર. ૧.૨માં) અને શમ-વ્યાયામિમ્ શીર્ષકે દૈવ-પુરુષાર્થનાં આગવાં ક્ષેત્રોનો સુંદર નકશો બતાવતું સ્થાન (અધ્યાય ક્ર. ૬.૨માં). એ શિખરો સાથેનાં પેટા-શિખરોરૂપ ઇન્દ્રિય-જયાદિ અનેક સ્થાનો પણ છે. આની વિસ્તૃત સમાલોચના આપણે બીજા વ્યાખ્યાનમાં કરી છે. આજની રાજનીતિને આ માપદંડે મૂલવ્યા વિના ચાલે તેમ નથી ખાસ કરીને આજના યુગની આજની ઘડીની ખરી ઓળખ વિજ્ઞાનયુગ, સમજણયુગ અને માનવતાયુગ તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે ત્યારે. પ્રજા જ પૂર્ણપણે જાગૃત, જ્ઞાનવાન્ અને પરિશ્રમશીલ બનીને નેતાઓને બલ્કે લોકસેવક વહીવટકારોને માપદંડે મૂલવીને રાજધર્મથી અનેકગણો મહિમાયુક્ત લોકધર્મ પ્રસ્થાપે તે ઘડી આવી પહોંચી છે. વિનોબાજીએ રાજકારણને કાળગ્રસ્ત (ખોખલું) ધોષિત કરીને તેને સ્થાને વિજ્ઞાનના એટલે કે અનુભવસિદ્ધ કાર્યક્ષમ જ્ઞાનના પ્રસ્થાપનની આગાહી કરી છે તેની પ્રસ્તુતતા પારખીને તે મુજબ પ્રવર્તવાની તાતી જરૂર છે એ ચોક્કસ. ગુંડાગીરીને જ વરેલા રાજકારણીઓ પ્રજાને નામે શાસન ચલાવે તેવી કાળગ્રસ્ત નિયતિને, જરાક ખૂટતા આત્મવિશ્વાસને કારણે જ શું પ્રજા સ્વીકારી લેશે ? આ = Jain Education International ૩૩૩ આ વિચારસમૃદ્ધિની દષ્ટિએ આ ગ્રંથની તુલના પાશ્ચાત્ય રાજનીતિચિંતકો, જેમકે ગ્રીક ચિંતક પ્લેટોના ‘Republic' ગ્રંથ સાથે (ખાસ કરીને તેના પ્રથમ ભાગ સાથે) અને ઇટાલિયન રાજપુરુષ મેકિયાવેલીના The Prince' ગ્રંથ સાથે કરવી ઉપયોગી ગણાય. વળી કાર્લમાર્ક્સના ‘Das Capital' એ જર્મન ગ્રંથની મુખ્ય વિચારસરણી સાથે પણ તુલના કરવી ઘટે. આ મંથનમાંથી સંસ્કૃતિચિંતકોને જરૂર દીર્ઘકાલીન પોષણ આપે તેવું નવનીત, તેવું ભાતું મળી રહે. આ દરેક ચિંતકની પોતપોતાની વિચારસરણીની સંગતિ જે-તે ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સાથે બેસાડીને તેમનું તાત્ત્વિક, એટલે કે દાર્શનિક-સાંસ્કૃતિક મૂલ્યાંકન તટસ્થપણે કરવા જેવું છે. આ વક્તાને તો હજી એવું અધ્યયન કરવાની તક મળી નથી, પણ સન્નિષ્ઠ મિત્ર પ્રા. સિદ્ધાર્થ ભટ્ટ દ્વારા માત્ર એક બેઠકમાં થોડીક પ્રાથમિક જાણકારી મેળવતાં પણ એવું જણાયું છે કે આવી તુલના કરતાં કૌટિલ્યની વિચારધારા, ઉચ્ચતર ભારતીય ચિંતનધારાની પૂર્વભૂમિકાના પીઠબળને લીધે પણ ઘણી ઉચ્ચ અને પારગામી બની શકી છે. અલબત્ત, પ્રાચીન-અર્વાચીન, પાશ્ચાત્ય કે અન્યદેશીય રાજનીતિચિંતનમાંથી પણ મુક્ત મને છૂટથી ગુણગ્રહણ કરવું રહ્યું. — એક વાત અહીં ફરી ઘૂંટીએ કે કોરા આદર્શવાદી કે અહિંસાવાદી ઘણી વાર ફોફાં જેવા જ હોય છે; કારણ કે આદર્શને અમલની એરણે ચઢાવવાની તેમની પાસે ન સૂઝ કે વ્યવહારુતા હોય છે, ન તત્પરતા કે જવાબદારીની ભાવના હોય છે. આપણે અહીં એ સારી પેઠે તપાસ્યું છે કે કૌટિલ્યે ભલે કઠોર, હિંસાયુક્ત કે કપટયુક્તિઓથી ભરપૂર રાજકારણ, પ્રસંગ પડ્યે ખેલ્યું હોય અને ગ્રંથમાં એવી અનેક For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374