Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 348
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા જાણીતા બહુશ્રુત (અનેક વિદ્યાઓમાં પારંગત) ચિંતક ઍરિસ્ટોટલે એમના Politics ગ્રંથના પ્રથમ ભાગમાં જે ત્રણ મુખ્ય શાસન-પદ્ધતિઓ રાજાશાહી (Monarchy), ઉમરાવશાહી Aristocracy) અને લોકશાહી (Polity) ગણાવી છે, તે દરેકના વિકૃત સ્વરૂપનું અલગ નામ પણ આપ્યું છે, તે પૈકી રાજાશાહીનું વિકૃત સ્વરૂપ તે જુલ્મશાહી' (Tyranny) કહેવાયું છે. એવી જુલ્મશાહીથી સર્વથા ભિન્ન એવી રાજાશાહીને માનવીય કે સંસ્કૃતિસંરક્ષક શાસનપદ્ધતિ તરીકે ઓળખીએ, તો કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’ જેવા ગ્રંથમાંથી માનવકેન્દ્રી, લોકકેન્દ્રી કોઈ પણ શાસન- માળખાને પ્રાણવાનૢ કે ચૈતન્યસભર બનાવવા માટેની ઘણી સામગ્રી મળી રહે તેમ છે. શાસનનું માળખું પરિવર્તનયોગ્ય ચલતત્ત્વ છે. એ માળખામાં ધબકતું સનાતન ચૈતન્ય વિવિધ દેશ-કાળમાં ટકનારું અચલ-તત્ત્વ છે. આ વ્યાખ્યાનોમાં તે-તે મુદ્દા પરત્વે આવાં અચલ તત્ત્વો અને એની સનાતનતા (સર્વ કાળ માટેની ઉપયોગિતા) અવશ્ય ચીંધી બતાવ્યાં છે. ૩૩૧ આજે કહેવાતા લોકતંત્રનાં ઉચ્ચ સત્તાસ્થાનોએ ખૂબ અર્થસંગ્રહ કરાય છે એ તો સ્વીકાર્ય એવું અચલ(સર્વકાલીન)-તત્ત્વ છે, પણ એ સંગ્રહ કેવળ લોકહિતને સમર્પિત ન હોતાં, સાંકડા વ્યક્તિગત સ્વાર્થો પોષવા અર્થે વધુ પડતો ખપમાં લેવાય છે તે આ યુગમાં પણ સત્યધર્મથી ચ્યુત (નીચે પડેલો) વ્યવહાર જ ઠરે છે. વળી ઉત્પાદિત ઘણો અર્થ અનર્થરૂપ પણ હોય છે. ત્યાં આવા પ્રાચીન ગ્રંથમાં ઘૂંટાતો અર્થશુદ્ધિનો બોધ ખૂબ જ પ્રસ્તુત છે, ખપનો છે. વિધિનિર્મિત (legitimate) શાસનતંત્ર, ખરેખર તો, પ્રજાહિત સાથે રાષ્ટ્રહિત પણ મહત્તમ કક્ષાએ સધાય એ માટે, સર્વ પ્રજાજૂથો અને તેમાંની પ્રત્યેક વ્યક્તિની શ્રેષ્ઠ શરીરયાત્રા માટેની ઉપયોગી ચીજો વિપુલ પ્રમાણમાં, વૈવિધ્ય સાચવીને, ઉચ્ચ ગુણવત્તા નિભાવીને એકાગ્ર સ્થાયી આયોજન દ્વારા પેદા કરવાના કાર્યને અને પેદા થયેલો એ સુવિપુલ અર્થભંડાર, રાષ્ટ્રને સમૃદ્ધિ અર્પી તારનાર (તૌર્થ !) પ્રજાને ચરણે ધરવાના કાર્યને પોતાનું મુખ્ય કાર્ય માને છે. પ્રજાકીય સ્વાધીન બૌદ્ધિક, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક ઉપાસનામાં રાજ્યતંત્રે કોઈ અનુચિત દખલ કરવાની ન હોય, કોઈ બંધન લાદવાનું ન હોય. આવા અર્થકેન્દ્રી સર્વાંગી માનવીય પુરુષાર્થનો મહિમા સૂચવવા કૌટિલ્યે શાસન-વિધિનું માર્ગદર્શન આપતા શાસ્ત્રને પરંપરાગત ‘દંડનીતિ’ નામને સ્થાને ‘અર્થશાસ્ત્ર' નામ આપ્યું. આમ શાસનનું મુખ્ય કામ અપરાધોનો ન્યાય તોળવાનું ન હોતાં, અપરાધવૃત્તિના મુખ્ય કારણનું નિવારણ થાય તે માટે પ્રજાજીવનની સુખશાંતિનો અર્થરૂપ અડીખમ પાયો મજબૂત બનાવવા આખા રાષ્ટ્રની રચનાત્મક અર્થોત્પાદકતાને આધાર મળે તેવું માળખું રચવાનું અને નિભાવવાનું છે. એથી તો ધર્મ-અર્થ-કામરૂપ ત્રિવર્ગમાં ‘અર્થ જ પ્રધાન છે’ એવો ખૂબ ગહન મત પણ કૌટિલ્યે રજૂ કર્યો. આ તો ઉપનિષદ્ની “ખૂબ અન્ન પેદા કરવું; આ વ્રત છે” એવી આજ્ઞાનું કે સુદામા-પત્નીની “અન્ન વિના ભજન સૂઝે નહિ ઋષિરાયજી રે” એવી પ્રેમળ ફરિયાદનું જ રૂડું અનુસંધાન થયું ! અગાઉ કહ્યું તેમ, આજે રાજ્યતંત્ર વિપુલ અર્થોત્પાદન તો કરે-કરાવે જ છે; પણ જેમ-જેમ રાષ્ટ્રની કુલ સંપત્તિ વધે છે, તેમ-તેમ આમપ્રજાની આવક, પોતાનો નિર્વાહ પાંખો કે અશક્ય બની રહે તેટલી હદે ઘટે તેવું બેઠું, લોકદ્રોહી અને ધનિક-તરફી આયોજન, કહેવાતી લોકશાહી સરકારો દ્વારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374